ડભોઇ મહુડી ભાગોળ બહાર ઘાસના ઢગલામાં આગ લાગતા અફરાતફરી

ડભોઇ મહુડી ભાગોળ બહાર ઘાસના ઢગલામાં આગ લાગતા અફરાતફરી
Spread the love

ડભોઇ નગર માં મહુડી ભાગોળ બહાર આવેલ નવી નગરી માં ડાંગરની પરાતની ઘાસડીઓ મુકેલ ઢગલો એકા એક સળગી ઉઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ ડભોઇ માં રહેતા મોહસીનભાઈ જમાલભાઈ સોડાવાલા કે જેઓ વસાઈ ગામ ની સીમમાં ખેતી કરે છે.તેઓના ખેતર માં રવિ પાક લેવાનો હોવાથી તેઓના ખેતરમાંથી ઘાસળીના પૂળા ડભોઇ નવી નગરી ખાતે ઓળખીતા ની જગ્યા પર મુક્યા હતા. જ્યાં એકાએક ઘાસડીના ઢગલામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાતા આસપાસના લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને આગ બુજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

ઘાસના પૂળામાં આગ ઝડપ થી વધી રહી હોવાથી મોહસીન ભાઈ એ વોર્ડ નંબર 4 ના યુવા કોર્પોરેટર નૂરમોહમ્મદ માહુડાવાળા નો સંપર્ક કરતા તેઓ ફાયર સ્ટેસન પર જઈ ફાયર ફાઇટર માં ડ્રાઇવર સાથે બેસી ને તેને ઘટના સ્થળ સુધી લઇ ગયા હતા.તથા ઘટના સ્થળ પર હાજર રહી ફાયર સ્ટેસન ના જવાનો ને તમામ મદદ કરી હતી.જ્યાં ફાયર ફાઇટર દ્વારા પાણી નો મારો ચલાવતા આગ કાબુ માં આવી હતી.અને મોટી જાનહાની ટળી હતી તેમજ આગ ને આગળ ફેલાતા રોકવામાં સફળતા મળી હતી.આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી સકાયું નથી.આગ લાગતા આશરે 2200 જેટલા ઘાસ ના પૂળા બળી ને ખાક થઇ ગયા હતા જેની કિંમત અંદાજીત ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ રૂપિયા જેટલૂ નુકશાન થવા પામ્યું હતું.

IMG-20201206-WA0002.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!