લાઠી કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત પ્રમુખનું કૃષિબીલને ખુલ્લું સમર્થન

લાઠી કોંગ્રેસ શાસિત લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ તળાવીયા એ ભારત સરકારના કૃષિ બિલને પત્ર જહેર કરી ખુલ્લું સમર્થન ક્યુ સોશ્યલ મીડિયા પર વીડિયો કલીપથી કૃષિ બિલનું સમર્થન કરી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના વખાણ કરતા ખેડૂતોની આવક બમણી કરવા ના સરાહનીય કૃષિબીલનું સમર્થન કરતા કોંગ્રેસના તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયાને નોટિસ પાઠવી.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે છ વર્ષ માટે પક્ષ માંથી સસ્પેન્ડ કરવા તા૭/૧૨/૨૦ ના રોજ સોશ્યલ મીડિયા અને રૂબરૂ નોટિસ બજવણી દ્વારા જનકભાઈ તળાવીયા ને છ વર્ષ માટે કોંગ્રેસ પક્ષ માંથી સસ્પેન્ડ કરતો પત્ર સોશ્યલ મીડિયાથી અને રૂબરૂ નોટિસ પાઠવી જાણ કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાણી એ નોટિસમાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી ના ચિન્હ ઉપર ચૂંટણી જીતી જનદોષ કરી ખેડૂત આંદોલનને કોંગ્રેસ પક્ષ સમર્થન કરી રહી છે તેવા સમયે જ પક્ષ થી વિરુદ્ધ જઈ કૃષિ બિલને સમર્થન કરતા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાયા. ગુજરાતી કહેવત છે ઘર ફૂટયે ઘર જાય તેવો ઘાટ સર્જાયો કોંગ્રેસ શાસિત લાઠી તાલુકા પંચાયતના પ્રમુખે કૃષિ બીલનું ખુલ્લું સમર્થન કરતા કોંગ્રેસ પક્ષ તરફ થી શિક્ષાત્મક પગલાં લેવાયા.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા