LJ યુનિવર્સિટી દ્વારા “ઓવરવ્યુ ઓફ ઈનોવેટીવ માસ્ટરસ પ્રોગ્રામ ઇન એપ્લાઇડ સાયન્સીસ” પર વેબિનાર
એલ.જે. યુનિવર્સિટી ના એપ્લાઇડ સાયન્સીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વેબીનાર યોજાયો.આ વેબીનારમાં વિદ્યાર્થીઓ ને એલ.જે યુનિવર્સિટી ના ઈનોવેટીવ Msc પ્રોગ્રામ ની માહિતી આપવામાં આવી.વેબીનાર ની શરૂઆતમાં એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ.મનીષ શાહ દ્વારા વિદ્યર્થીઓને સંબોધિત કરવામાં આવ્યા હતા અને બીજા Msc પ્રોગ્રામ કરતા એલ.જે ઇન્સ્ટિટ્યૂટ નો પ્રોગ્રામ કઈ રીતે અલગ છે તેની વિશેષ માહિતી આપવામાં આવી હતી.
આ તકે ડૉ.ઉમેશ તરપડા તેમજ ડૉ.સાહિલ શાહ વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમજએક્સપર્ટ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી અને સરળતાથી કઈ રીતે સારું પરિણામ મેળવી શકાય તેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ઉધોગિક જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓ માટે કઈ રીતે સ્કીલ ડેવલપમેન્ટ નું કામ એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ના માધ્યમથી થઈ શકે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા.આ વેબીનારના માધ્યમથી વિદ્યાર્થીઓ ને ઘણી અવનવી અને અજાણ કારકિર્દીલક્ષી માહિતી મળી.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા