મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં યુવા મતદારો નામ દાખલ કરાવવા ઉમટી પડ્યા

ચૂંટણીપંચ તરફથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જે અંતર્ગત તારીખ ૨૨ અને ૨૯ નવેમ્બર તથા તારીખ ૬ અને ૧૩ ડિસેમ્બર દરમિયાન જે તે મતદાન બુથો ખાતે ખાસ મતદારયાદી સુધારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેનો આજે છેલ્લો રવિવાર હતો.આજે માંગરોળ ખાતે એસ.પી.એમ. હાઇસ્કૂલનાં મતદાન બુથો ઉપર અનેક યુવા મતદારો પોતાનાં નામો મતદારયાદીમાં દાખલ કરાવવા માટે ઉમટી પડ્યા હતા.અત્રે યાદ આપવું જરૂરી છે કે બે દિવસ પહેલાં સુરતનાં કલેક્ટર ડો.ધવલ પટેલે એક ઓડિયો મેસેજ દ્વારા સુરત જિલ્લાના યુવા મતદારોને પોતાનાં નામો મતદારયાદીમાં દાખલ કરાવવા અપીલ કરી હતી.જેને સારી સફળતા મળી હોય એમ લાગે છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)