શ્રધ્ધા જરૂર છે, અંધશ્રદ્ધા નહીં : વરિષ્ઠ પત્રકાર રાજેન્દ્ર રાવલ
ભૂત ભૂવા અને ભવાડા તમને ભૂત પ્રેત નો ભય લાગે છે ? શું તમને વારંવાર પ્રેતના વિચારો આવે છે ? ભૂત પ્રેત માં રચ્યા પચ્યા લોકો જોડે જવાનું મન થાય છે ? તમને પ્રેત કે પૂર્વજના નામે કોઈ ડરાવે છે? તો આટલુ સમજો વિચારો ! ૮૪ લાખ યોનીઓ છે જેમાં શ્રેષ્ઠ માનવ યોની ! અને ખરાબ માં ખરાબ પ્રેતયોની આવું કેટલાક શાસ્ત્રો માં લખ્યું છે ! શ્રેષ્ઠ યોની એટલે માણસ ! અને માણસે શ્રેષ્ઠ રહેવું જોઈએ ! પ્રેતયોની છેલ્લામાં છેલ્લી નીચ યોની છે અને તે ગમે તેમ કોઈને હેરાન પરેશાન કરી શકતી નથી ! દુર્જનની સોબતથી શું થાય ? શ્રેષ્ઠી યોની વાળો નીચ યોનીના વધારે સંપક માં આવે તો શું થાય ? જવાબ જાતે જ શોધો! જયારે તમને ભૂતપ્રેત કે આવા અંધશ્રદ્ધાના વિચાર આવે એટલે તમારું મન પેલી નીચ યોની તરફ મંડાય છે !
અજ્ઞાત ભય, ડર અને ચિંતા ઉભી થાય છે. કાગડાને બેસવા અને ડાળા ને ભાગવા શરીરમાં કોઈ બીમારી આવે ધંધામાં વધ ઘટ થાય ઘર પરિવાર માં કોઈ નુ મૃત્યુ થાય એટલે સ્વાભાવિક ચિંતા થાય મુઝવણ થાય ઉકેલના મળે ત્યારે પ્રેત યોનીના એજન્ટો ખભા હલાવી હલાવી ને તમારા ડરને મજબૂત બનાવી પરાધીન બનાવે છે ! પ્રેત યોની થી બચવા આવો કોઇ ડર હોય મુશ્કેલી હોય તો નીચે મુજબનુ વર્તન કરો ભગવદ ગો મંડળ કહે છે કે પ્રેત યોની છે તેવું માનતા હોય અને તેનો ડર લાગતો હોય તો શ્રીમદગીતા નો એક પાઠ કરવો ૨ ભગવાન શંકરની આરાધના કરવી ૩ ભૂત ભૂવા અને તેના ભયની વાતો કરતા હોય તેવાં તત્વો વાતાવરણ થી દુર રહેવું !
પ્રેતયોની છે કે નહી તેની સત્યતા શંકાસ્પદ છે છતાં પણ ભય લાગે છે તો કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં મન પરોવો ! શ્રેષ્ઠ યોની અને નીચ યોની ક્યારેય સાથેના હોઈ શકે ! જ્યાં ભૂત પ્રેત વહેમનો પ્રવેશ થાય એટલે સમજી લેવાનું પતન નક્કી છે ! મન ને ડાયવર્ટ કરો ! તકલીફ વણ નોતરી આવે છે અને એની જાતે જ ચાલી જાય છે ! એક ભાઈએ પૂછ્યું કે તો પછી શરીરમાં પવન આવે છે તે શું છે ? શરીરનો કોઈપણ ભાગ અને બેલેન્સ થાય એટલે બોડી ધ્રુજે ! કોઈને પવન આવતો હોય ત્યારે આજુબાજુ માંથી લોકોને ખસેડી ધ્યો અને એકલો રૂમમાં પુરીધ્યો બોડી બેલેન્સ થઈ જશે ! નવયુવાન દોસ્તો !
આવા ટોટકા ઓમા ટાઈમ બગાડ્યા કરતાં નવુસર્જન સાહસ માટે મહેનતનો પવન આવવા દો ! ગીતા નો એક પાઠ કરો જૂઓ પછી ભૂત ભડાકાનો વિચારજ નહીં આવે સુખી થવા માનવ યોની ની મહાનતા ને સાચવો ટોટકા જો, તમે ટોટકાઓ અંધશ્રદ્ધા વહેમ માં ઊંડા ઉતરશો તો તમારો સમય શક્તિ બગડશે ! તમારી કાર્યશક્તિ વેડફાશે – રોજીંદી પ્રવૃત્તિ ઓ કામ ધંધામાં ધ્યાન નહી લાગે ! માઈન્ડ ડરપોક થઈ જશે ! અને હા, જેની સીધી અસર તમારા સંતાનો ઉપર પડશે ! અંધશ્રધ્ધાના બીજ રોપાશે એ નવું કંઈ કરવાની આત્મિક તાકાત ખોઈ બેસશે જે લોકોના માઈન્ડમાં કે પરિવારમાં ભૂતપ્રેત અધ શ્રધ્ધા નથી એવા પરિવારો તરફ નજર નાંખો !
એમની ખુશહાલી જૂઓ યુવાનોને આ ભંગાર બાબતોથી દુર રાખો ! શ્રધ્ધા જરૂરી છે પણ જાગરીઓની અંધશ્રધ્ધા નહી ! માટે સંકલ્પ કરો ! ટોટકા ઓથી દુર રહીશ અને મારા ઘરમાં આ કોરોના રૂપી વિકૃત્તિને પ્રવેશવા દઈશ નહી નવી યુવા પેઢી ને જાગૃત કરવા માટે નો પ્રયાસ આવનારી પેઢી માટે કારગત નિવડશે !
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)