ભીલોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણ વિથ મર્ડરના સહ આરોપીને ઝડપી પાડવામાં મળેલ સફળતા

પોલીસ મહાનિરીક્ષક,અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક,સંજય ખરાત અરવલ્લી, મોડાસા તથા નાયબ પોલીસ અધિક્ષક, ભરત બસીયા મોડાસા વિભાગ, મોડાસા ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભીલોડા પોલીસ સ્ટેશન ખાતે ગઇ તા.૨૫/૧૧/૨૦૨૦ ના રોજ ભીલોડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭૧૮/૨૦૨૦ ઇ.પી.કો.ક.૩૦૨,૩૦૭,૩૬૪ વિગેરે થી અપહરણ વિથ મર્ડરનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. ઉપરોકત ગુન્હાના કામે પોલીસ અધિક્ષક, સંજય ખરાંત અરવલ્લી, મોડાસા એ જીલ્લાની અલગ- અલગ શાખાઓની ટીમ બનાવી ઉપરોકત ગુન્હાના કામેના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુચના કરેલ.
જે પૈકીનો ઉપરોકત ગુન્હાના કામેનો નાસતો ફરતો આરોપી નામે પરેશભાઇ ઉર્ફે પરો રામજીભાઇ ડુંડ રહે.ડોડીસરા,તા.ભીલોડા ગઇ તા.૨૪/૧૨/ ૨૦૨૦ ના રોજ ભીલોડા તાલુકાના જેશીંગપુર ગામે આવેલ હોવાની બાતમી હકિકત પો.સ.ઇ.કે.કે.રાજપુત ભીલોડા ને મળેલ હોય જે બાતમી આધારે ના.પો.અધિ.ભરત બસીયાને તેમજ એલ.સી.બી. પો.ઇન્સ.આર.કે.પરમાર ને બાતમી હકિકતથી વાકેફ કરી નાયબ પોલીસ અધિક્ષક,ભરત બસીયાની આગેવાની હેઠળ અલગ-અલગ ટીમો બનાવી સદરહુ આરોપીને બાતમી હકિકતવાળી જગ્યાએથી કોર્ડન કરી પકડી લેવામાં સફળતા મળેલ છે. હાલ ઉપરોકત ગુન્હાના કામે પકડાયેલ આરોપી પોલીસ રીમાન્ડ ઉપર છે. તેમજ સદરહુ ગુન્હાના કામે બીજા સહ આરોપીઓ કોણ કોણ છે. તેની ઘનિષ્ઠ પુછપરછ હાલ ચાલુ…
યોગેશ પટેલ (અરવલ્લી)
લોકાર્પણ ન્યૂઝ