બાળકને સાકરને બદલે રેસ્ટૉરન્ટમાં અપાયો વૉશિંગ સોડા

પુણેના રેસ્ટૉરન્ટમાં 4 વર્ષના બાળકને સાકરને બદલે વૉશિંગ સોડા પીરસવામાં આવી. બાળકની જીભ દાઝી ગઈ હોવાથી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મુંબઇ મિરરના રિપોર્ટ પ્રમાણે 65 વર્ષના રમેશ કોસ્તી પોતાના 4 વર્ષના પૌત્ર વિયાન કોસ્તીને 10 વર્ષની કુબેરા કોસ્તી સાથે સરસબાગ લઈ ગયા હતા. ફરિયાદ પ્રમાણે દાદા અને બન્ને પૌત્ર ત્રણેય સાંજે સાડા છ વાગ્યે બાળકો સનસ ગ્રાઉન્ડ નજીક આવેલી વિશ્વા હોટેલમાં ગયા ત્યાં જમી લીધા બાદ વિહાને સાકર માગી.
ઘટનાને યાદ કરતા કમેશ કોસ્તીએ કહ્યું કે, “હું વૉશરૂમ ગયો હતો વિઆનનો અવાજ સંભળાતા હું બહાર આવ્યો તેની દાઝી ગયેલી જીભ જોઇ તેને પાણી આપ્યું પણ પાણીની કોઇ અસર થઈ નહીં. કુબેરને પણ વિઆનની ચિંતા થવા લાગી. જ્યારે મેં વિઆનને પૂછ્યું તે શું લઈ રહ્યો છે, તો તેણે સફેદ પાઉડરની બરણી તરફ ઇશારો કર્યો. મેં તેનો નમૂનો લઈને જોયું તો સમજાયું કે આ ખાંડ નથી પણ ધોવાની સોડા હતી. કોસ્તી તરત દવા માટે દોડ્યા, પણ દવાખાના બંધ હતા, તેથી અમે તેને દીનાનાથ હૉસ્પિટલ લઈ ગયા. ત્યાં ખબર પડી કે વિઆનની જીભ બળી ગઈ હતી. 337 ધારા અંતર્ગત કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે.