લાખણી તાલુકામાં સગીરાને ભગાડી જતાં ફરીયાદ દાખલ

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં એક ભગાડી જવાની ઘટના સામે આવી છે લાખણી તાલુકાના ગામની એક સગીરાને લગ્નની લાલચ આપીને યુવક ભગાડી ગયો હોવાની ફરીયાદ આગથળા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ભગાડી જનાર યુવાન ડીસા તાલુકાના બલોધર ગામનો વતની નારણજી બાબુજી ઠાકોર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે જેમાં યુવતીની ઉંમર૧૫ વર્ષની છે પોલીસે યુવક સામે આઈપીસી કલમ ૩૬૩,૩૬૬ નોધી શોધખોળ હાથ ધરી છે.