સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી સી.જે.પટેલનો ભવ્ય વિદાય સમારંભ

મોટી ઇસરોલ : સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી સી.જે. પટેલ વયનિવૃત થતા તેમનો વિદાય સમારંભ હિમતનગર ખાતે યોજાયો હતો. ગર્વમેન્ટ રીક્રિએશન કલબ ખાતે યોજાયેલ વયનિવૃતિ પ્રસંગે કલેક્ટરશ્રી સી.જે. પટેલે પોતાના સંઘષની વાત કરતા કહ્યુ હતુ કે મોરબીમાં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરાકરના સિંચાઇ વિભાગમાં ડેમ સાઇટ પર સાયકલ લઇને નોકરીની શરૂઆતા કરી હતી. ત્યાર બાદ ગુજરાત સનદી સેવામાં જોડાઇ સામાન્ય લોકોને સ્પર્શતી બાબતોને ખાસ ધ્યાન રાખી તેમણે પુરવઠા અને અન્ય વિભાગમાં કરેલી પ્રશસંનીય કામગીરીને યાદ કરી હતી. જેમાં તેમના પરીવારના સહયોગથી સફળતા મળી હોવાનું પણ ઉમેર્યુ હતું. માનસ પટલ પર પડેલી સ્મૃતિઓને યાદ કરી નાના-મોટા સૌ અધિકારી કર્મચારીને યાદ કરી કરેલા કાર્યને બિરદાવ્યા હતા.
તેમણે વિદાય વેળાએ સહજ, સરળ અને નિખાલસ ભાવે સાબરકાંઠા જિલ્લાના સંસ્મરણો વાગોળ્યા હતા અને કોરોના જેવા કપરા કાળમાં સાબરવાસીઓની ધીરજ અને સાથ સહકારથી મને સફળતા મળી છે. તેનુ શ્રેય ટીમ સાબરકાંઠાને જાય છે. તેમ જણાવી કેન્દ્ર અને રાજ્ય સરકારના મહાનુભવો તથા માન. મુખ્યમંત્રીશ્રીની જિલ્લાની મુલાકાતને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લાના નાના મોટા પ્રશ્નો ઉકેલવામાં નાનામાં નાનો કર્મચારી પણ કામે લાગે છે. તેવો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે એક કલેકટરને સફળ બનાવવામાં આર.એ.સી અને કલેક્ટરના પી.એની ભુમિકાની સરાહના કરી હતી અને સાબરકાંઠા જિલ્લો મારા માટે સૌભાગ્યકાંઠો સાબિત થયો છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. રાજેન્દ્ર પટેલ, અધિક કલેક્ટરશ્રી મોદી, પ્રાંત- અધિકારીશ્રીઓ, મામલતદાર અને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ કલેક્ટરશ્રીના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભુદાસ પટેલ મોટી ઇસરોલ