લાખણી તાલુકાના લવાણા ગામ ખાતે વીમા કેમ્પનું આયોજન

- લવાણા ગામનાં સરપંચ લોકસેવાનાં કાયૅમાં ખૂબ જ સક્રિય કામગીરી કરતા જોવા મળે છે
બનાસકાંઠા જિલ્લામાં કોરોના કાળ ચાલુ છે ત્યારે લોકો ને આકસ્મિક રીતે અવશાન થાય તેવા સંજોગોમાં તેમના પરિવાર ને આર્થિક મદદ મળી રહે તેવા હેતુથી વીમા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખણી તાલુકાના યુવા સરપંચ શ્રી રામભાઈ રાજપૂત દ્વારા બે દિવસ નાં વીમા યોજના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં લવાણા ગામ ની જનતા ને વધુ માં વધુ લાભ મેળવે તેવી યુવા સરપંચ શ્રી રામભાઈ રાજપૂત દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આ કાયૅ ક્રમમાં દરેક વ્યક્તિ ને મામુલી રકમ માં રક્ષણ મેળવે તેની માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પ નાં આયોજન માં સરપંચ શ્રી રામભાઈ રાજપૂત તેમજ ગામના વડીલો હીરાભાઈ રાજપૂત, ગોવિંદભાઈ નાના મોટા આગેવાનો હાજર રહ્યા હતા.