ગુજરાતના 9 લોકો માઉન્ટ આબુ ની હોટલમાં જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા
માઉન્ટ આબુ રાજસ્થાનનું કાશ્મીર તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે આ જગ્યા પર દેશભરમાંથી લોકો આબુ હરવા-ફરવા માટે આવે છે રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ અરાવલી પર્વતમાળા પર આવેલું છે કોરોના કાળમાં પણ અહીં લોકો આબુનો નજારો માણવા અચૂક આવે છે પરંતુ કેટલાક લોકો અહીં જુગાર રમવા માટે પણ આવતા હોય છે, આવોજ એક પર્દાફાશ રાજસ્થાન પોલીસે કર્યો છે.
ગુજરાતમાં દારૂબંધી હોઈ મોટા માથા પોલીસથી બચવા માટે રાજસ્થાન તરફ દોટ મૂકતા હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર ગામના 8 લોકો અને 1 ઉનાવા ગામના લોકો જુગાર રમવા માટે માઉન્ટ આબુ ખાતે આવ્યા હતા અને અહીં માઉન્ટ આબુની શેરેટોન હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો અને અહીં તેઓ જુગાર રમતા હતા જે બાબતની જાણ આબુ પોલીસને થતા પોલિસ પોતાના કાફલા સાથે આવી હૉટેલ મા રેડ કરી હતી અને જુગાર રમતા 9 લોકો ને રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી, આ 9 જુગારીઓ પાસેથી 2,29,810 રૂપિયા અને 12 મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
8 આરોપી અંકલેશ્વરના 1 આરોપી ઉનાવા ના મોટા માથાઓ ઝડપાયા
1. ધર્મેન્દ્ર મુલચંદભાઈ પટેલ(અંકલેશ્વર)712/3 ઓમ બંગલો.
2. વિક્રમ નારાયણભાઈ પટેલ(ઝાડેશ્વર,ભરૂચ) એ 1/2 અર્ણવ બંગલો.
3. બાલકૃષ્ણ રમણલાલ પટેલ(અંકલેશ્વર)102, નાથદ્વારા/1.
4. અમિત રતિલાલ પટેલ(ઉનાવા) અમીકુંજ સોસાયટી.
5. ભરત ગોરધનભાઈ પટેલ(અંકલેશ્વર)302/આશીર્વાદ કો-ઓપરેટીવ સોસાયટી.
6. મુકેશ આત્મારામ પટેલ(અંકલેશ્વર)713/4 ગણેશ પાર્ક સોસાયટી.
7. વિક્રમ કાંતિલાલ પટેલ(અંકલેશ્વર)406/22 સરદાર પટેલ સોસાયટી.
8. સંજય શામળભાઇ પટેલ(અંકલેશ્વર)26/કૃષ્ણપાર્ક સોસાયટી.
9. હર્ષદ કાન્તીભાઈ પટેલ(અંકલેશ્વર) ગજાનંદ સોસાયટી