કડી ખાતે શ્રીરામજન્મ ભૂમિ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત એકત્રીકરણ યોજાયું

કડી સ્થિત આદર્શ હાઈસ્કૂલ ખાતે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત રવિવારના રોજ કડી તાલુકાનું અને તેનું એકત્રીકરણ યોજાયું હતું. આ એકત્રીકરણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શૈલેષભાઈ પટેલે કારસેવકોને યાદ કર્યાં હતાં આ એકત્રીકરણમાં કડી તાલુકાના શ્રીરામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ અભિયાનના સંયોજક ભુપેન્દ્રભાઈ પટેલ, કડી શહેર સંયોજક વિશ્વાસભાઇ પટેલ, વીએસપી અગ્રગણ્ય દિનેશભાઈ પટેલ, તથા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને તાલુકાના અને તેમના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.