થરાદ ધારાસભ્યનો ગૃહમંત્રીને પત્ર લખ્યો

સમગ્ર ગુજરાત રાજ્યમાં બેરોજગારીની સમસ્યામાં વધારો થાય છે છતાં હાલની સરકાર દ્વારા સમય મુજબ ભરતી કરવામાં આવી રહી નથી. હજારો યુવા ઓ બેરોજગારીની નાવમાં બેઠા છે ત્યારે જે ભરતી ની પ્રક્રિયા અટકી ગઈ છે તેનાં સંદર્ભમાં થરાદનાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ને પત્ર લખીને રજુઆત કરી છે કે LRD ૨૦૧૮-૧૯ (લોકરક્ષક ભરતી)નું વેટિંગ લિસ્ટ સત્વરે જાહેર કરવા ગુજરાત રાજ્ય ગૃહમંત્રી ને પત્ર લખી રજૂઆત કરી છે બેરોજગારીની વિરુદ્ધ માં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હમેશા યુવાનોને સાથે રહે છે.