ભાવનગરમાં ઉતરાયણ ગઈ પણ પક્ષીઓને માથે હજુ મોતનું ઝોખમ

ભાવનગર હરિયાળુંનગર હોવાથી પક્ષીઓ ની માટે મનગમતું શહેર છે તેમજ અહીંની આબોહવા ને કારણે શિયાળુ સત્રમાં વિદેશી પક્ષીઓ ખુબજ પ્રમાણમાં આવતા હોય છે , પરંતુ અંગ્રેજી કેલેન્ડર અને વર્ષનો પ્રથમ તહેવાર એટલેકે ઉતરાયણ જે પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવતી હોય છે પરંતુ તેની સાથે મૂંગા પક્ષીઓનો જીવ જોખમમાં મુકાય છે ઉતરાયણ તહેવાર પૂર્ણ થયા બાદ ઝાડવામાં રહીંગયેલા દોરી અને પતંગ ને કારણે પક્ષીઓ તેમાં ફસાઈ છે અને મોતને ભેટે છે શહેરમાં આજે આવુજ બનવા પામ્યું હતું જેમાં ટાઉન હોલ ખાતે ઢોર બગલો દોરી માં ફસાઈ જતાં ઊંચાઈ વધુ હોવાથી ફાયર બ્રિગેડ ની મદદથી બચાવ કરવામાં આવ્યો હતો.
સાથે આનંદનગર ડુંગરિયા હનુમાનજી પાસે નીલગીરીના વૃક્ષ પર કાળી કાંકણસાર દોરીમાં ફસાયેલી હતી તેને પણ રાજ રાજહંસ નેચર કલબ દ્વારા ફાયર બ્રિગેડ ની મદદથી રેસ્કક્યુ કરી બચાવ કરવામાં આવેેલ અત્રે ઉલ્લેખનીય છે કે લોકોએ જેમ ઉતરાયણ ઉજવી તેેેમ પોતાના ઘરની આજુ બાજુમાં ઝાડવામાં રહેલ દોરીઓ અને પતંગોનો નિકાલ કરવો જોઈએ જેનાથી પતંગની દોરી મૂંગા પક્ષીઓને મોતનું કરણ નો બને જ્યારે પીલ ગાર્ડન માં દર વર્ષે ની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બનીને આવ્યા છે ત્યારે હાલ રાજહંસ નેચર કલબ દ્વારા પીલ ગાર્ડનમાં વૃક્ષ પર લટકતી દોરી એકઠી કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : અનિલ ગોહિલ (ભાવનગર)