જૂનાગઢમાં શિલ્પન હોસ્પિટલ ખાતે 31 જાન્યુઆરીએ ફ્રી નિદાન કેમ્પ

જૂનાગઢમાં વૈભવ ગાંધી ચોક પાસે સ્ટાર કોમ્પલેક્ક્ષના પહેલા માળે ડો. શ્યામ માકડીયા ની ચામડીના રોગો તથા કોસ્મેટિક સારવાર ની હોસ્પિટલ આવેલી છે ગત તા. 28 જાન્યુઆરી 2018 ના રોજ હોસ્પિટલ નો શુભારંભ થયેલ અને સફળતાના ત્રણ વર્ષ પુરા કરીને ચોથા વર્ષમાં પ્રવેશ કરેલ હોય એ નિમિત્તે તા.31 જાન્યુઆરી 2021 ના સવારે નવ થી બપોરે એક વાગ્યા સુધી હોસ્પિટલ ખાતે ફ્રી કેમ્પ નું આયોજન કરાયું છે. ડો.શ્યામ માકડીયાની શિલ્પન હોસ્પિટલ ખાતે દાદર ,ખરજવું, ખીલ,સફેદ દાગ, સોરીયાસીસ, ગુમડા, કખવા જેવા ચામડીના રોગોની સારવાર ઉપલબ્ધ છે. તો આ કેમ્પ નો દર્દીઓએ લાભ લેવા વિનંતી.
અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)