ભાયાવદર પોલીસે 123 નંગ દારૂની બોટલ સાથે એકને ઝડપી પાડયો

ભાયાવદર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે હકીકત મળેલ કે ભાયાવદર ટાઉનમાં ઇંગલિશ દારૂનું વેચાણ થાય છે તેવી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરતા પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની અલગ-અલગ કંપનીની કુલ ૧૨૩ નંગ દારૂની બોટલ મળી આવી હતી જે બાદ ભાયાવદર પોલીસે દારૂ સાથે ધર્મેન્દ્રસિંહ હરદેવસિંહ ચુડાસમા રહે. ભાયાવદર તા. ઉપલેટા વાળાને કુલ રૂપિયા ૫૮,૩૫૦/- નો મુદ્દામાલ ઝડપી પાડેલ હતો.
જ્યારે અન્ય એક ઈસમ રોહિતસિંહ હિતુભા ચુડાસમા રહે. લાઠ ગામ તા. ઉપલેટા વાળાને ઝડપવાનો બાકી હોય જેમાં ભાયાવદર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કામગીરી કરનારમાં ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ.વી. ગોજીયા, હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ મકવાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પંકાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જયદીપસિંહ ચુડાસમા, મેરૂભાઈ મકવાણા, મહાવીરસિંહ ડોડીયા, વિરમભાઈ ભિંભા, સંજયભાઈ પંચાળા, ધર્મેશભાઈ બાવળિયા સહિતનાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.