રામપુરા પૌરાણિક વહાણવટી માતાજી મંદિરે ભવ્યશક્તિપીઠ બનાવવાનું ખાતમુહૂર્ત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા-સોનાસણ મધ્યે આવેલા પૌરાણિક વહાણવટી માતાજીના નવીન બનનાર કરોડોના ખર્ચે શક્તિપીઠ ના ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ આજે પોષી પૂનમ અને માતાજી ના પ્રાગટ્યદિને વિધિવિધાન અનુસાર ખાતમુહૂર્ત કાર્યક્રમ અશ્વમેઘ પરિવારના બાબુલાલ પટેલ અને ડો.નવિનભાઈ પરિવારના સાનિધ્યમાં યોજાયો હતો. આ પ્રસંગે સલાલ રામાપીર મંદિરના મહંત અને જાણીતા સંત શિરોમણી ધર્મ પ્રચારક શ્રી હરિચરણદાસ મહારાજ દ્વારા આશિર્વચન આપવામાં આવ્યા હતા.
ઉપરાત પ્રાંતિજ તલોદ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિહ પરમાર, દાનદાતાઓ ભૂદેવોની ભવ્ય સન્માન કરવામાં આવ્યા હતાં. સાતસો વર્ષ પૌરાણિક આ શક્તિપીઠના મુખ્યસેવક શ્રી ડાહ્યાભાઈ પ્રજાપતિ તેમજ ઉપાસક મનુભાઈ નાયી,મહેન્દ્રભાઈ રામપુરા, વાસુદેવકુમાર નાયી નવા તેમજ માતાજી પરિવારના મનીષભાઈ તથા કેતનભાઇ પ્રજાપતિ, કમલેશ પંચાલ, મેહુલભાઈ નાયી તેમજ મૂકેશભાઈ પ્રજાપતિ, માજી સરપંચ નરસિંહભાઈ તેમજ માઈ ભક્તો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દાતાઓના સહકારથી નિર્માણ પામનારા આ ભવ્ય અને અલૌકિક શક્તિપીઠમાં તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે.
અશ્વમેઘ પરિવારના બાબુભાઈ પટેલ અને સમગ્ર પરિવારે વિકાસના તમામ કાર્યોમાં સંપૂર્ણ સહયોગ સેવા આપવાનું જાહેર કરતાં માતાજીનો જયજયકાર બોલાવવામાં આવ્યો હતો એજ પ્રમાણે ધારાસભ્ય ગજેન્દ્રસિહ દ્વારા પણ સેવા કાર્યમાં જરૂર પડે ત્યારે તમામ સેવાઓની ખાતરી આપવામાં આવતા ભક્તોમાં અનેરો આનંદ વ્યાપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્ર પટેલ ભગત દ્વારા કરવામાં આવ્યું હતું.માતાજીના હવન આરતી બાદ પ્રસાદનુ સુંદર આયોજન વહાણવટી માતાજી સેવક પરિવારો દ્વારા શોશીયલ ડિસ્ટન્સ અને સરકારના પ્રવર્તમાન નિતિ નિયમો પ્રમાણે કરવામાં આવ્યું હતું.
મનુભાઈ નાયી (પ્રાંતિજ)