મોતને હાથતાળી આપનાર રાઉડીઓ સામે ફરિયાદ કરશે

પૂના : લોકલ ટૅક્સીવાળાએ જાણી જોઈને કટ મારતાં તેમની જિપ્સી ખીણમાં ખાબકતાં સહેજ માટે રહી ગઈ. આ ચમત્કારિક બચાવ બાદ ઘાટકોપરવાસીનું કહેવું છે કે બીજા કોઈ સાથે આવું ન થાય એ માટે હું દાખલો બેસાડવા માગું છું સામાન્ય રીતે કોઈ અકસ્માતમાં મોતને નજીકથી જોનાર વ્યક્તિ કે પરિવારને આ આઘાતમાંથી બહાર આવતાં થોડો સમય લાગતો હોય છે, પણ ઘાટકોપરના ગુજરાતી તુષાર રૂપારેલ મોતને અડીને હેમખેમ પાછા આવ્યા બાદ જરા પણ વિચલિત થયા વગર જેને કારણે તેમની જિપ્સીનો માથેરાન જતાં અકસ્માત થયો તે લોકલ ટૅક્સીવાળાને સબક શીખવાડવા માગે છે. એની પાછળનું કારણ સમજાવતાં તેઓ કહે છે કે જો હું આ લોકોને છોડી દઈશ તો તેમને ફાવતું મળશે અને તેઓ આવું કર્યા જ કરશે.
ભગવાનની કૃપાથી હું અને મારો પરિવાર તો બચી ગયા છીએ, પણ બધાનાં નસીબ કદાચ મારા જેટલાં સારાં ન હોય. માથેરાનના ઘાટ પર રવિવારે તેઓ પોતાના ફ્રેન્ડ અને પરિવાર સાથે જિપ્સી લઈને જઈ રહ્યા હતા ત્યારે લોકલ ટૅક્સીવાળાએ તેમની જિપ્સીને જાણી જોઈને કટ મારવાને લીધે તેમની જિપ્સી રોડની સાઇડ પર રહેલી બાઉન્ડરી વૉલની રૅલિંગને અથડાઈને અઢીસો ફુટ નીચે ખીણમાં જતાં રહી ગઈ હતી. તેઓ નેરલ પોલીસ સ્ટેશન જઈને આ બાબતની સત્તાવાર ફરિયાદ લખાવવાના છે. હિટ ઍન્ડ રનના મોટા ભાગના કેસમાં બચી ગયેલા લોકો એના આઘાતમાં કે હતાશામાં સરી પડતા હોય છે.
ત્યારે ઘાટકોપરના ગુજરાતી પરિવાર સાથે માથેરાન જતી વખતે પરિવાર સાથે ઘાટ રાઉડીની મસ્તીને કારણે મોતને અકદમ નજીકથી નિહાળનાર ઘાટકોપરના તુષાર રૂપારેલે હવે નક્કી કર્યું છે કે અમારી સાથે તો આવું થયું પણ હવે બીજા સાથે આવું ન થાય એના માટે હવે તેમની સામે પોલીસ-ફરિયાદ કરવી. તેમણે કહ્યું હતું કે એ લોકલ ટૅક્સી ડ્રાઇવરને કારણે જ આ બન્યું. એ લોકો જાણી જોઈને કટ મારતા હોય છે. એના કારણે અમે મરતાં-મરતાં બચ્યા. તેમની સામે ઍક્શન લેવાવી જ જોઈએ. હું આ અકસ્માતનો પ્રાઇમ આઇ વિટનેસ છું, આવનારા એકાદ બે દિવસમાં હું ફરીથી માથેરાન જઈ એ ઈકો-ડ્રાઇવર સામે પોલીસ-ફરિયાદ કરીશ.
માથેરાનમાં મોટર વેહિકલ્સ અલાઉડ નથી. જે લોકો બાય રોડ જાય તેમણે તેમનાં વહેકિલ માથેરાનથી ત્રણ કિલોમીટર નીચે દસ્તુરી નાકા પર પાર્કિંગમાં છોડી દેવાં પડે છે. વળી જે સહેલાણીઓ નેરલ સુધી બાય ટ્રેન આવ્યા હોય છે એ લોકો પ્રાઇવેટ વેહિકલમાં દસ્તુરી નાકા સુધી જાય છે. એ પ્રાઇવેટ વેહિકલ ત્યાંના સ્થાનિક માથાભારે યુવાનો ચલાવતા હોય છે. વધુ ને વધુ ફેરા મારવાની લહાયમાં એ લોકો ઘાટ સેક્શનમાં પણ બહુ જ ઝડપથી તેમનાં વાહનો ચલાવતા હોય છે. તેમના માટે એ રોજનો રસ્તો હોય છે, પણ અન્ય બહારથી ગયેલા વાહનચાલકે તો સંભાળીને જ ડ્રાઇવ કરવું પડતું હોય છે.
વળી એ લોકો પ્રાઇવેટ વાહન કરીને આવતા લોકોને પણ ધિક્કારે છે, કારણ કે એનાથી તેમને મળતો ધંધો ઓછો થાય છે. એથી અવારનવાર આવી ઘટના બનતી હોય છે. ઘટના વિશે માહિતી આપતા કહ્યું હતું કે ‘અમારા મિત્ર પરિવારની ત્રણ ગાડીમાં અમે માથેરાન જવા નીકળ્યા હતા. અમારી જિપ્સીમાં આગળ હું હતો જ્યારે જિપ્સી મારો ફ્રેન્ડ મહેશ નાયક ચલાવી રહ્યો હતો. પાછળ પાંચ ટીનેજર જેમાં ત્રણ છોકરીઓ અને બે છોકરા બેઠાં હતા એસ ટર્ન પર સામેથી આવી રહેલી ગ્રે કલરની ઈકોના ડ્રાઇવરે અમને જોરદાર કટ મારી. અમારી જિપ્સી બૅરિકેડની દીવાલ પર ચડી અટકી ગઈ અને અમારી જીપ બે ટાયર પર ઝોલાં ખાઈ રહી હતી. કળ વળતાં જ પહેલાં એ છોકરીઓ અને છોકરો પાછળથી રોડ પર ઊતરી ગયાં હતાં.
ત્યાર બાદ હું વચ્ચેથી પાછળ ગયો અને ઊતર્યો અને છેલ્લે મારા મિત્ર મહેશને બહાર આવવામાં મદદ કરી હતી. સૂર્યનારાયણ સામે જ હતા. તેમની કૃપાથી અમે લોકો સેફ છીએ. અમને કોઈને ઘસરકો પણ નહોતો થયો, પણ મોતને બહુ નજીકથી જોઈ લીધુ હતું જોકે એ વખતે અમારી પાસે એ ઈકો ગાડીનો નંબર પણ નહોતો. અમને એવો સમય પણ નહોતો મળ્યો કે અમે એ નંબર લઈએ એ ઈકો ડ્રાઇવર તો ભાગી ગયો હતો. એ પછી અમારા બધાનો મૂડ જ ખરાબ ન થાય એ માટે અમારી પાછળ આવતી ગાડી આવી એટલે એમાં ગોઠવાઈ ગયાં હતાં અને વન ડે પિકનિક મનાવી સાંજે પાછા ફરતી વખતે ઈકો ટો કરી નીચે લઈ આવ્યાં હતાએ દિવસે રવિવાર હોવાથી મારો વીકલી ઑફ હતો. ઘટનાની જાણ અમને થઈ છે. એ વિશેની વિગતો મેળવી અમે આગળ કાર્યવાહી કરીશું.