દેશના હિતોની રક્ષા માટે સરકાર કટીબદ્ધ : રાષ્ટ્રપતિ કોવિંદ

નવી દિલ્હી : પૂર્વ લદાખમાં ચીન લશ્કરી દળના વધી રહેલા વર્ચસ્વને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે સરકાર દ્વારા આ તરફ સતત નજર રાખવામાં આવી રહી છે અને દેશની સાર્વભૌમના સંરક્ષણ માટે વધારાના દળો લાઇન ઓફ એક્ચ્યુઅલ ક્ધટ્રોલ એલએસી પર તહેનાત કરવામાં આવ્યા છે. બજેટ સત્રના પ્રારંભિક દિવસે સંસદના બન્ને ગૃહના સંયુક્ત સત્રને સંબોધતા સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર અને રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું હતું કે ગયા વર્ષે ભારત કોવિડ-૧૯ મહામારી જેવી કટોકટીનો સામનો કરી રહ્યો હતો તેની સાથે સીમા પરના પડકારોનો સામનો કરવાની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવી રહ્યો હતો.પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ આપણા સલામતી દળોએ આ પ્રયાસોને બહાદુરીથી નિષ્ફળ બનાવ્યા હતા તથા સીમા પર જૈસે થેની સ્થિતિ જાળવી રાખી હતી એમ તેમણે કહ્યુ હતું આપણા જવાનોનો આત્મસંયમ, હિંમત અને વીરતા ખરેખર પ્રશંસનીય છે.
જૂન, ૨૦૨૦માં ગલવાન વેલીમાં આપણા વીસ જવાનોએ દેશની સુરક્ષા કાજે બલિદાન આપ્યું હતું. દરેક નાગકિક આ જવાનોના ઋણી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ લદાખમાં ભારત અને ચીનના અંદાજે ૧,૦૦,૦૦૦ લશ્કરી દળો તહેનાત છે અને કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે જ્યારે કે બન્ને દેશ વચ્ચે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત ચર્ચાઓ થઇ રહી છે. રક્ષા માટે એલએસી પર વધારાના દળો પણ તહેનાત કરવામાં આવ્યા છે’, એમ રાષ્ટ્રપતિએ કહ્યું હતું.આ સિવાય રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સરકારના સતત પ્રયાસો અને યોજનાઓને કારણે દેશમાં માતા અને પાંચ વર્ષની નાની ઉંમરના બાળકોના મૃત્યુ દરમાં ઘટાડો થયો છે.સરકારી યોજનાઓને કારણે માતાઓનો મૃત્યુ દર ૨૦૧૪ના પ્રતિ લાખે ૧૩૦માંથી હાલમાં ૧૧૩ થયો છે જ્યારે પાંચ વર્ષથી નાની વયના બાળકોનો મૃત્યુદર પ્રથમ વખત પ્રતિ લાખે ૩૬ પર પહોંચ્યો હતો જે વિશ્ર્વના સરેરાશ દર ૩૯ કરતા ઓછો છે.