સુરત : અઠવાગેટમાં આવેલા અધૂરા ફ્રુટ ઓવરબ્રિજને 7 વર્ષ બાદ રાતોરાત તોડી પાડતાં વિવાદ
સુરત શહેરનાં અથવા ગેટ વિસ્તારમાં આવેલી મહાવીર હોસ્પિટલની બહાર અધૂરા ફ્રુટ ઓવરબ્રિજને સાત વર્ષ બાદ રાતોરાત તોડી પાડતાં વિવાદ ઉભો થયો છે આ પગલે મહાવીર હોસ્પિટલની બહાર નો વિવાદાસ્પદ સાત વર્ષ અધુરો ફ્રુટ ઓવરબ્રિજ રાતોરાત તોડી પાડતાં વિવાદ સર્જાયો છે. આ ફ્રુટ ઓ વરબ્રિજ પાસે વનિતા વિશ્રામ કોલેજ, જીવનભારતી શાળા, ગાંધી કોલેજ, કે.પી કોમર્સ કોલેજ જેવી સંસ્થાઓની પાસે આ મહાવીર હોસ્પિટલ હોવાથી લોકોની અવર જવર વધુ હોવાથી ફૂટ ઓવર બ્રિજની અત્યંત જરૂરિયાત હોવાથી અને ફૂટ ઓવરબ્રિજની સામે વનિતા વિશ્રામ કોલેજનાં ગ્રાઉન્ડ પર પુસ્તક મેળો, બાગાયત મેળો જેવા મેળા આવવાથી લોકોની અવરજવર ખુબ જ વધી જતી હોય છે ત્યારે લોકોને વાહનો સામે પાર્ક કરી રોડ ક્રોસ કરીને આવવુ પડતું હોય છે રોડ ક્રોસ કરતાં ક્યારેક અકસ્માતનું પણ જોખમ વધુ રહે છે આવા સંજોગોમાં ફૂટ ઓવર બ્રિજનું અઘુરુ કામ પૂર્ણ કરવાની જગ્યાએ તેને સાત વર્ષ બાદ તોડી પાડવામાં આવ્યું છે.
રિપોર્ટ : અભિષેક પાનવાલા (સુરત)