સુરત : અલગ-અલગ વિસ્તારોમાં આવેલા તોતિંગ વૃક્ષોની ચમક વધી

સુરત શહેરની શોભામાં વધારો કરવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરનાં અલગ-અલગ ઝોનમાં આવેલા તોતિંગ વૃક્ષો પર કેનવાસ કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે જે સુરત માટે ચમક સમાન બની રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના કુલ આઠ ઝોનમાં અલગ-અલગ વિસ્તારમાં આવેલા તોતિંગ વૃક્ષોને સુશોભિત કરવા માટેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
જે નિર્ણયના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ સુરતમાં આવેલા તોતિંગ વૃક્ષો પર કેનવાસ ચિતરવાની કામગીરી કરવામાં આવી રહી છે ચિત્રકારો દ્વારા આ તોતિંગ વૃક્ષો પર પશુ પક્ષીઓ અને જંગલી જાનવરો જેવાનું ચિત્રનું વૃક્ષો પર કેનવાસ ચિતરવામાં આવી રહ્યું છે. જે લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું છે અને વૃક્ષોની સુંદરતામાં પણ વધારો થયો છે.
રિપોર્ટ : સુનિલ ગાંજાવાલા (સુરત)