જેતડા પાસે વિદેશી દારુ ભરેલી કાર ઝડપાઈ

થરાદ તાલુકાના વિસ્તારમાં દારૂની હેરાફેરી વધારે થતી હોય તેવું લાગી રહ્યું છે થરાદ તાલુકામાં દારુ નો મુદ્દામાલ દરરોજ હાથ લાગી આવે છે આજે થરાદ તાલુકાના જેતડા પાસે સ્વીફ્ટ કાર માં દારુ નો જથ્થો એલસીબી પોલીસ દ્વારા પકડવામાં સફળતા મળી હતી જોકે મોટા પાયે દારુ ની હેરાફેરી થતાં લોકલ પોલીસ ઉપર સવાલો ઉભા થાય છે સ્વીફ્ટ કાર નંબર જીજે ૩૮ બી ૪૩૬૩ માં વગર પરમીટ નો વિદેશી દારૂ ભરેલી મળી આવી હતી ખાનગી બાતમી મળતાં પોલીસે પેપરાલ ત્રણ રસ્તા પર વોચ ગોઠવી હતી રાહ તરફથી આવતી કાર ને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.
એલસીબી બનાસકાંઠા દ્વારા ૩ લાખ ની કાર સહિત કુલ ૪૦૬૫૪૫ નો મુદ્દામાલ સાથે આરોપી ને ઝડપી પાડયા હતા આરોપી ઓ પ્રવિણભાઇ ખીલેલી,ઢોલારામ વિશ્નોઈ, ગણપતભાઇ વિશ્નોઈ,જોગરામ વિશ્નોઈ દારુ ભરાવવા તેમજ હેરાફેરી માં નામ બહાર આવ્યાં હતાં જોકે દારુ મંગાવનાર પ્રકાશજી ઠાકોર બેચરાજી, મહેસાણા નું નામ આપ્યું હતું જોકે એલસીબી પોલીસે દારુ નાં ગુનામાં પાંચ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.