વડાલી તાલુકા કોંગ્રેસ પક્ષ પ્રમુખે તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભર્યું

વડાલી તાલુકા કોંગ્રેસ પક્ષ પ્રમુખે તાલુકા પંચાયત ના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભર્યું.
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પોતાના સમર્થકો સાથે વડાલી મામલતદાર કચેરીએ ફોર્મ ભર્યું
વડાલી તાલુકા કોંગ્રેસ પક્ષ પ્રમુખ ખેમરાજ દાન ગઢવી એ વાસણા (અસાઇ )સીટ પર થી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. કોરના ગાઈડ લાઈન પ્રમાણે વડાલી મામલતદાર કચેરી એ જઈ ને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વડાલી મામલતદાર ને ફોર્મ આપ્યું હતું.ઉમેદવારી પત્ર આપ્યા પછી ખેમરાજ દાન ભાઈ એ જણાવ્યું હતું કે મને મારા વિસ્તાર ના લોકો પર સંપૂર્ણ ભરોસો છે અને સાથે સાથે તાલુકા ના લોકો ફરી એકવાર કોંગ્રેસ ને શાસન સોંપશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ સમયે કમલેશજી ઠાકોર સહિત કોંગ્રેસ ના તમામ આગેવાનો અને કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર: કિરણ ખાંટ (વડાલી )