ઉપલેટાના વકીલની દીકરીએ CAની એક્ઝામ પાસ કરી પરિવાર, સમાજ અને ઉપલેટાનું ગૌરવ વધાર્યું

ગત ડિસેમ્બર 2020 માં લેવાયેલી C.A. ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે ઉપલેટાની વિદ્યાર્થી કૃપાએ ગત લેવાયેલ C.A. પરીક્ષા પાસ કરી અને પેરેન્ટ્સ, સમાજ તેમજ ઉપલેટાનું ગૌરવ વધાર્યું છે.
ઉપલેટામાં રહેતા અને એડવોકેટ એવા સંજયભાઈ ઉનડકટની પુત્રી ક્રિપાએ ગત ડિસેમ્બર 2020 માં લેવાયેલ ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષા પાસ કરી અને પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે અને આ પરીક્ષા પાસ કરવાને પગલે તેમને તેમના સમાજ અને ઉપલેટા શેહરનું નામ રોશન કરી અને ગૌરવ વધાર્યું છે.
એડવોકેટ એવા સંજયભાઈ ઉનડકટની પુત્રી ક્રિપાએ ગત ડિસેમ્બર 2020 માં લેવાયેલ C.A. ની એક્ઝામમાં પરીક્ષા આપી હતી જેનું પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે આ પરીક્ષામાં ઉપલેટાની ક્રીપાએ પરીક્ષા પાસ કરી અને ઉપલેટાના ગૌરવ વધાર્યું છે.
ક્રિપાએ વર્ષ 2011 માં રાજકોટ અભ્યાસ કરી અને ધોરણ 12 કોમર્સમાં 97 PR મેળવેલ હતા જે બાદ કૃપાએ રાજકોટના અલગ-અલગ ચાર જગ્યા પરથી કોચિંગ લીધા અને અંદાજે સાત વર્ષ સુધી સતત મહેનત કરી અને પાસ કરી છે C.A. ની પરીક્ષા ત્યારે વાત કરીએ આ C.A. ની એક્ઝામની તો કુલ 1,13,034 વિદ્યાર્થીઓએ નવેમ્બર 2020 માં આપી હતી આ C.A. ની પરીક્ષા જેમાંથી કુલ 11,067 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે ત્યારે આ નવેમ્બર 2020 માં લેવાયેલી C.A. ની પરીક્ષાનું કુલ પરિણામ આવ્યું હતું 9.78 % જેમાં આ ક્રિપાએ પણ પાસ કરી છે C.A. ની પરીક્ષા.
ઉપલેટા લોહાણા સમાજમા અને ઉપલેટા ઉનડકટ પરિવારમા C.A. ની પરીક્ષા પાસ કરનાર છે પ્રથમ છે આ ક્રિપા કે જેને C.A. ની પરીક્ષામાં કુલ 800 માર્કમાંથી 450 માર્ક મેળવી અને આ પરીક્ષા પાસ કરી છે અને હવે આગળ નોકરી કરવાનું પણ વિચારી રહી છે સાથે એવું પણ જણાવેલ કે આગળ આ C.A. ના ક્ષેત્રના વધુ અનુભવ કરી અને આગળ પોતાની કારકિર્દી બનાવવાનું પણ સાથે-સાથે વિચારી રહી છે.
ક્રિપાએ C.A. ની સાથે પોતાની B.COM. ની પણ સ્નાતક ડિગ્રી પૂરી કરી છે. આ એક્ઝામ પાસ કરવા માટેની તૈયારીઓ દરમિયાન કૃપાના પિતાની પણ આર્થિક સ્થિતિ અને તબિયત પણ ખૂબ બગળી ગઈ હતી છતા પણ હિંમત રાખી અને મનોબળ બનાવીને એક્ઝામ પાસ કરી છે અને હાલ વધાર્યું છે સૌ કોઈનું ગૌરવ.
કોરોના કાળની મહામારી દરમિયાન જ આપી હતી પરીક્ષા. ક્રિપા જણાવે છે કે ઓનલાઈન અભ્યાસથી તેમને મહત્વનો ફાયદો થયો હોવાનું પણ જણાવે છે આ ક્રિપા અને કહે છે સખત સંઘર્ષ કરવાનું અને આવી મુશ્કેલીઓ ભરી એક્ષામો આપનારાઓ માટે ક્રિપા જણાવે છે કે જ્યારે આવી પરીક્ષાઓ પાસ કરવી હોય તો તેમના માટે તમામ પરીક્ષાર્થીઓએ પોતાના સામાજિક જીવનથી દૂર રહેવું પડે છે ત્યારે આવી પરીક્ષાઓ પાસ થઈ શકે છે. આવી મહેનત કરી મળેલ સફળ પરિણામ બાદ આ વિદ્યાર્થિનીના માતા-પિતા જણાવે છે કે દરેક માતા-પિતાએ તેમની દીકરીઓને આવી રીતે સહયોગ આપવો જોઈએ જેથી જ્યારે દીકરી સાસરે જાય ત્યારે તેમને કોઈ આર્થિક મુસીબતો ઊભી થાય ત્યારે આ દીકરીઓ તેમના પતિ, પરિવાર અને સંતાનોને તારી શકે અને મદદરૂપ થઈ શકે.
અહેવાલ:-વિપુલ ધામેચા ઉપલેટા