અંબાજી : ચીટીંગના ગુનાના 22 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ

અંબાજી : ચીટીંગના ગુનાના 22 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ
Spread the love

IGP બોર્ડર રેન્જ – ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબનાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ સુશિલ અગ્રવાલ એ.એસ.પી સા શ્રી પાલનપુર તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.બી.આચાર્ય અંબાજી પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ અંબાજી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોએ અંબાજી પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૨૧૧/૧૯૯૯ ઈ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી જસવતસિંહ જવાનસિહ રાઠોડ રહે પિંડવાડા તા પિંડવાડા જી શિરોહી (રાજ)વાળો પિંડવાડા હોવાની મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે પકડી પાડી ગુનાના કામે અટક કરવા સારૂ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં અંબાજી પો.સ્ટે.ના પી.કે.લીંબાચિયા પોલીસ સબ ઈન્સ તથા એ.એસ.આઈ ફતાભાઈ ચેલાભાઈ તથા જયેશ કુમાર ગણપતાલાલ તથા પ્રકાશકુમાર હરગોવિંદભાઈનાઓએ મળી તમામે ટીમવર્કથી કામગીરી કરી આરોપીને પકડી પાડેલ છે.

IMG-20210213-WA0040.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!