સરકારમાં હવેથી ફોર ડેઝ અ વીક?

સરકારમાં હવેથી ફોર ડેઝ અ વીક?
Spread the love

નવી દિલ્હી જો કોઈ કર્મચારી સપ્તાહમાં ૪ દિવસમાં જ ૪૮ કલાક કામ કરી લે એટલે કે દરરોજ ૧૨ કલાક કામ કરે તો તેને બાકીના ૩ દિવસ રજા આપી શકાય.નવા શ્રમ કાયદા અંતર્ગત કર્મચારીઓ માટેના કામના કલાકોને ખૂબ જ લચીલા બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

એ અંતર્ગત કર્મચારી પાસેથી એક સપ્તાહ દરમિયાન મહત્તમ ૪૮ કલાક કામ કરાવવામાં આવે એવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. નિયમોને લચીલા બનાવવા માટે એવું થઈ શકે છે કે જો કોઈ કર્મચારી સપ્તાહમાં ૪ દિવસમાં જ ૪૮ કલાક કામ કરી લે એટલે કે દરરોજ ૧૨ કલાક કામ કરે તો તેને બાકીના ૩ દિવસ રજા આપી શકાય જોકે આ માટે દરરોજ કામના કલાકોની સીમા હાલમાં ૮ કલાક છે એને વધારીને ૧૨ કલાકની કરવાની રહેશે.

પ્રાપ્ત અહેવાલો પ્રમાણે કેન્દ્રીય શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રાએ સોમવારે જણાવ્યું હતું કે કર્મચારીઓ માટે સપ્તાહ દરમિયાન મહત્તમ ૪૮ કલાક સુધી જ કામ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવશે.કંપનીઓને એવી છૂટ અપાઈ શકે છે.

કે તે આ પ્રમાણે કર્મચારીઓની મંજૂરીથી પોતાના દૈનિક કામના કલાકોમાં ફેરબદલ કરી શકે. મતલબ કે જો કોઈ કર્મચારી ઇચ્છે તો એક જ દિવસમાં ૧૦થી ૧૨ કલાક કામ કરે અને સપ્તાહના ૬ દિવસ કામ કરવાને બદલે ૪થી ૫ દિવસમાં જ પોતાનો ટાર્ગેટ પૂરો કરી લે. એમાં વચ્ચે ઇન્ટરવલનો પણ સમાવેશ થાય છે.

JOBS-1024x683.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!