માં અંબાના ધામમા ખોડિયાર જયંતી ઉજવવામાં આવી

સરકારના ગાઈડલાઈનના પ્રમાણે શક્તિપીઠ અંબાજી મા શનિવારે ખોડિયાર જયંતિ પર્વ ઉજવવામાં આવ્યો હતો. અંબાજી મંદિર નજીક આવેલા ખોડીયાર માતાના મંદિરમાં ખોડિયાર જયંતિ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે માતાજીના મંદિરમાં 111 ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. અંબાજીના તમામ લોકો અહીં દર્શન માટે આવ્યા હતા છેલ્લા 12 વર્ષથી અંબાજી ખાતે ખોડિયાર જયંતિ પર્વ ઉજવવામાં આવે છે.
સરકારની ગાઇડ લાઇનને લઈને અંબાજી શક્તિપીઠ માં 2021 ની શોભાયાત્રા કાર્યક્રમ મોફુખ રાખવામાં આવ્યો હતો, ભજન કાર્યક્રમ પણ યોજાયો હતો નહી. ખોડીયાર યુવક મિત્ર મંડળ તરફથીમાં ખોડિયાર ના ભક્તો માટે સુખડીનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો ખોડીયાર યુવક મિત્ર મંડળ તરફથી મંદિરમાં સાંજે કેક પણ કાપવામાં આવ્યો હતો.