નાની નરોલી જિલ્લા પંચાયત બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર દર્શનભાઈ નાયકને હરાવવા ભાજપનું એડીચોટીનું જોર

નાની નરોલી જિલ્લા પંચાયત બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર દર્શનભાઈ નાયકને હરાવવા ભાજપનું એડીચોટીનું જોર
Spread the love

નાની નરોલી જિલ્લા પંચાયત બેઠકનાં કોંગ્રેસના ઉમેદ વાર દર્શનભાઈ નાયકને હરાવવા ભાજપનું એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે.કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા પોતે ચૂંટણી લડી રહ્યા હોય એ રીતે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા.દર્શનભાઈ નાયક પોતાનો વિસ્તાર છોડી,વનમંત્રીનાં વિસ્તારની નાની નરોલી બેઠક પસંદ કરી છે.આ બેઠક ભજપનો ગઢ ગણાય છે.જિલ્લા પંચાયતની 36 બેઠકો છે.એમાંથી 2 બેઠકો બિનહરીફ થઈ જતાં ભાજપે પોતાનું ખાતું ખોલાવી દીધું છે.હવે બાકી રહેલી 34 બેઠકો માટે આગામી તારીખ 28 નાં મતદાન થનાર છે.

જ્યારે પરિણામ તારીખ 2 માર્ચના જાહેર થનાર છે. આ વખતે નાનીનરોલી બેઠક ઉપર કોંગ્રેસના દિગગજ નેતા મનાંતા દર્શનભાઈ નાયકે ઝપલાવતા ભાજપી નેતાઓ માથું ખજવારતા થઈ ગયા છે.દર્શનભાઈ છેલ્લી બે ટર્મથી ચૂંટાઈને આવે છે.ગત ટર્મમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખને હરાવી કઠોરની બેઠક કબ્જે કરી હતી.આ વખતે એમનો મુકાબલો સુરત જિલ્લા પંચાયતના સિનિયર સભ્ય અને કામરેજ સુગર ફેકટરીના ડિરેકટર અફઝલખાન પઠાણ સામે થવા જઈ રહ્યો છે.જો કે હાલમાં બંને ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે.પરંતુ ખરૂં ચિત્ર તારીખ 2 નાં પરિણામના દિવસે ખબર પડશે.માંગરોળમાં કેટલાંક કોંગ્રેસીઓમાં દર્શનભાઈ નાયક આયાતી ઉમેદવાર તરીકેનો કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે.

માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામનાં સિનિયર કોગ્રેસી આગેવાન ઈંદ્રિસભાઈ મલેકે વનમંત્રીનાં હસ્તે ભાજપની પહેરેલી કંઠી: ટીકીટ ન મળતાં લીધેલું પગલું, મતોમાં કેટલું ગાબડું પાડશે ? માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામનાં સિનિયર કોગ્રેસી આગેવાન અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિનાં ઉપ પ્રમુખ ઈંદ્રિસભાઈ મલેકે વનમંત્રી ગણપતસિંહ વસાવા નાં હસ્તે ભાજપની કંઠી પહેરી છે.જિલ્લા પંચાયત, નાનીનરોલી બેઠકની ટીકીટ કોગ્રેસે ન આપતાં એમણે આ પગલું ભર્યું છે.જો કે ઈંદ્રિસભાઈ મલેકનાં આ નિર્ણય થી કોંગ્રેસને મોટો ફટકો પડે એમ લાગી રહ્યું છે.એમને એમનાં દશ ગામનાં આશરે 500 ટેકેદારો-કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો છે.કોગ્રેસે સ્થાનિક ઉમેદવારની અવગણના કરી,આયાતી પણ મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતારતાં ભારે રોમાંચક સ્થિતિ ઉભી થવા પામી છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

1613826914359.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!