ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય નગરપાલિકા ચૂંટણીમાં 688 ઉમેદવારો ચૂંટણીનો જંગ લડશે

ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી ૨૦૨૧ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં નગરપાલિકા ચૂંટણીમાં વેરાવળ નગરપાલિકામાં વોર્ડ ૧૧ માં ૧૧૪ હરીફ ઉમેદવારો ૨ બેઠક બિન હરીફ જાહેર થયેલ છે ઉના નગરપાલિકામાં વોર્ડ ૯ માં ૩૧ હરીફ ઉમેદવારો તેમજ ૨૦ બેઠક બિન હરીફ જાહેર થયેલ છે. તાલાળા નગરપાલિકામાં ૬ વોર્ડમાં ૬૭ હરીફ ઉમેદવારો સુત્રાપાડા નગરપાલિકામાં ૬ વોર્ડમાં ૬૩ હરીફ ઉમેદવારો અને કોડીનાર નગરપાલિકામાં ૧ બેઠક પર ૨ હરીફ ઉમેદવારો ચૂંટણી લડશે.
વેરાવળ તાલુકા પંચાયતની ૨૨ બેઠક પર ૫૬ હરીફ ઉમેદવારો કોડીનાર તાલુકા પંચાયતની ૨૪ બેઠક પર ૬૮ હરીફ ઉમેદવારો સુત્રાપાડા તાલુકા પંચાયતની ૧૮ બેઠક પર ૪૪ હરીફ ઉમેદવારો તાલાળા તાલુકા પંચાયતની ૧૮ બેઠક પર ૫૫ હરીફ ઉમેદવારો ઉના તાલુકા પંચાયતની ૨૬ બેઠક પર ૬૦ હરીફ ઉમેદવારો ગીરગઢડા તાલુકા પંચાયતની ૨૦ બેઠક પર ૫૨ હરીફ ઉમેદવારો ચૂંટણી લડશે. જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો પર ૭૬ હરીફ ઉમેદવારો ચૂંટણી લડશે.
અહેવાલ : ચેતન અપારનાથી