ઘરમાં મૅનિકિન્સ આકર્ષક પોઝમાં ઊભેલાં જોવા મળે છે

ઉત્તર કૅલિફૉર્નિયામાં એક પ્રૉપર્ટી માટેના ઝીલો લિસ્ટિંગને કારણે સોશ્યલ મીડિયાના યુઝર્સ ઘણી અસુવિધાનો અનુભવ કરી રહ્યા છે, જેનું શ્રેય એ પ્રૉપર્ટીની અંદરની તસવીરોને જાય છે, જેમાં સંખ્યાબંધ ગ્લૅમરસ મૅનિકિન્સ આકર્ષક પોઝમાં ઊભેલાં જોવા મળે છે. ઉત્તર કૅલિફૉર્નિયામાં એક પ્રૉપર્ટી માટેના ઝીલો લિસ્ટિંગને કારણે સોશ્યલ મીડિયાના યુઝર્સ ઘણી અસુવિધાનો અનુભવ કરી રહ્યા છે, જેનું શ્રેય એ પ્રૉપર્ટીની અંદરની તસવીરોને જાય છે, જેમાં સંખ્યાબંધ ગ્લૅમરસ મૅનિકિન્સ આકર્ષક પોઝમાં ઊભેલાં જોવા મળે છે.
સાઉથ લેક ટાહોયૉમાં ૨૧૧૬ ચોરસ ફુટમાં ફેલાયેલું ૬,૫૦,૦૦૦ ડૉલરના અંદાજે ૪.૭૧ કરોડ રૂપિયાની કિંમતના બે માળના અપાર્ટમેન્ટમાંથી નીચેનો અપાર્ટમેન્ટ તદ્દન અસ્તવ્યસ્ત છે, ત્યારે ઉપલા માળની રૂમ વ્યુઅર્સના મનમાં અનેક સવાલ ઊભા કરે છે. એમાં અગણિત મૅનિકિન્સ ભપકાદાર ઇવનિંગ ગાઉન્સમાં લોભામણા પોઝ આપતાં રસોડા અને લિવિંગરૂમથી લઈને બેડરૂમ સુધી અવનવા પોઝ સાથે ઠેર-ઠેર ઊભેલાં જોવા મળે છે. એમાં વળી એક મૅનિકિન અર્ધનગ્ન સ્થિતિમાં છે અને જમીન પર કામુક મુદ્રામાં જોવા મળે છે.