ગુજરાતમાં જીત હવે બંગાળનો વારો : અમિત શાહ

ગુજરાતમાં જીત હવે બંગાળનો વારો : અમિત શાહ
Spread the love

નવી દિલ્લી : ગુજરાત નગર નિગમની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બંપર જીત મળી છે. આ જીતથી જ્યાં પાર્ટીનુ મનોબળ વધ્યુ છે ત્યાં કાર્યકર્તા પણ ગદગદ છે. પીએમ મોદીએ આ જીતને સ્પેશિયલ ગણાવી છે. વળી, ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, ‘લેહ-લદ્દાખથી લઈને હૈદરાબાદ સુધી ભાજપને જીત મળી છે અને હવે બંગાળનો વારો છે.

તેમણે કહ્યુ કે, ‘દેશભરમાં ખેડૂત આંદોલન, કોરોના, ઘણા પ્રકારની ભ્રમ વિપક્ષે ઉભા કરવાનો પ્રયત્ન કર્યો હતો. દરેક ભ્રમને તોડીને એક પછી એક પરિણામો આવ્યા. લેહ લદ્દાખથી લઈને હૈદરાબાદ સુધી ગુજરાતથી લઈને હવે બંગાળમાં ચૂંટણી છે. તેના પરિણામ પણ સારા આવવાના છે. મોદીજીના નેતૃત્વમાં એક સંપૂર્ણ વિજય ભાજપને મળ્યો છે ગુજરાત નગર નિગમની ચૂંટણીમાં મળેલી બંપર જીતથી ભારતીય જનતા પાર્ટી ગદગદ છે.

પીએમ નરેન્દ્ર મોદીએ આ જીતને ભાજપ માટે સ્પેશિયલ ગણાવી છે. વળી, ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ છે કે લેહ-લદ્દાખથી લઈને હૈદરાબાદ સુધી ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે અને હવે બંગાળનો વારો છે. ભાજપે છ નગર નિગમોમાં શાનદાર જીત મેળવી છે. અમિત શાહે કહ્યુ કે ભાજપે જેટલી સીટો લડી તેમાંથી લગભગ 84 ટકા સીટો જીતી છે. કોંગ્રેસ આ વખતે ખરાબ રીતે હાર્યુ છે અને તેણે માત્ર 44 સીટો જીતી છે. ભાજપે એકલા ભાવનગર કૉર્પોરેશનમાં 44 સીટો જીતી છે.

Amit-Shah01_d.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!