માંગરોળના રિસીવિંગ સેન્ટર તથા મતગણતરી સેન્ટરની મુલાકાતે નોડલ અધિકારી એસ.ડી.વસાવા
તારીખ 28 મી ફેબ્રુઆરીનાં,માંગરોળ તાલુકા પંચાયત ની 24 તેમજ જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે મતદાન થનાર છે. ત્યારે માંગરોળ એસ.પી.એમ. હાઈસ્કૂલ ખાતે રિસીવિંગ તથા કાઉનટીંગ સેન્ટરની મુલાકાત આજે રાજ્ય ચૂંટણી આયોગનાં નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર એસ.ડી. વસાવા એ લીધી હતી.એમણે સ્થળનુ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.એમની સાથે જિલ્લા ચૂંટણી અધિકારી એ.જી.ગામીત, મામલતદાર ડી.કે.વસાવા, દિનેશભાઈ પટેલ, ગીરીશભાઈ પરમારવગેરે સાથે રહ્યા હતા અને આ અંગે માહિતી આપી હતી.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)