માંગરોળ તાલુકાનાં ચૂંટણી સ્ટાફ માટે બનાવવામાં આવેલ ભોજનમાં વેઠ ઉતારવામાં આવી

માંગરોળ તાલુકાનાં 161 બુથો ઉપર આજે તારીખ 27 નાં ચૂંટણી સ્ટાફને માંગરોળ ખાતે આવેલી એસ.પી. એમ.સ્કૂલ ખાતે થી રવાના કરવામાં આવ્યો હતો.આ સ્ટાફ માટે જે ભોજન બનાવવામાં આવ્યું હતું તે ઘટ્યું હતું, જ્યારે ફરી ભોજન બનાવ્યું તેમાં વેઠ ઉતારવામાં આવી હતી.ચાવલ કાચા રહી જતાં ચૂંટણી ફરજ પર નાં સ્ટાફમાં નારાજગી વ્યાપી જવા પામી છે.
કારણ કે માંગરોળ તાલુકાનાં અતરાયલ વિસ્તારોમાં આવેલાં કેટલાંક ગામોમાં ચા કે નાસ્તો પણ મળી શકે એમ ન હોય,સ્ટાફે એક ભારે સમસ્યાનો સામનો કરવાનો વખત આવ્યો હતો. જો કે ચૂંટણી ફરજ માટે 1000 કરતાં વધુનો સ્ટાફ છે,ત્યારે ભોજન કેમ ઘટ્યું? આ એક ચર્ચાનો વિષય બન્યો છે. જો કે ચાલતી ચર્ચા મુજબ ચૂંટણી સાથે સંકળાયેલા તાલુકા વહીવટીતંત્ર ની અણઆવડતને પગલે આ સમસ્યા ઉભી થવા પામી હતી.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)