હળવદના કીડી ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે 4 શખ્સને પકડી પાડતા પોલીસ

હળવદના કીડી ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે 4 શખ્સને પકડી પાડતા પોલીસ
Spread the love

હળવદ તાલુકાના કીડી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી સફેદ કલરની કારને રોકીને તપાસ કરતા કારમાંથી ૩૩૬ દારૂના ચપલા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ, મોબાઈલ અને કાર એમ કુલ મળીને ૧૩૫૧૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં ચાર શખ્સોની ધરપકડ કરેલ છે જેમાં એક શખ્સનું નામ ખુલ્લું હોય તેને પકડવા માટે થઈને પોલીસે જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દારૂની હેરાફેરી ન થાય, નાણાકીય હેરાફેરી ન થાય તેના માટે થઈને હળવદ પી.આઈ પીએ દેકાવાડીયા માર્ગદર્શન હેઠળ હેડ કોસ્ટેબલ જીપી ટાપરિયા દેવેન્દ્રસિંહ ઝાલા બીપીન ભાઈ પરમાર મુમાભાઈ કલોતરા જયપાલસિંહ જુદી જગ્યાએથી દારૂના જથ્થા પકડવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની અંદર હળવદ તાલુકાના કીડી ગામ તરફ જવા માટેના રસ્તા ઉપરથી પસાર થતી સફેદ કલરની કારને રોકીને પોલીસ તપાસ કરતા કારમાંથી દારૂ મળી આવ્યો હતો.

જેની મળતી માહિતી મુજબ કીડી ગામ તરફ જવાના રસ્તા ઉપર કાર નંબર જીજે ૧૩ એનએન ૨૨૪૩ પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને તપાસ કરતા તેમાંથી કુલ મળીને ૩૩૬ દારૂના ચપલા મળી આવ્યા હતા જેથી કરીને તે ૩૩૬૦૦ નો દારૂ, બે મોબાઇલ ફોન અને ગાડી એમ કુલ મળીને ૧૩૫૧૦૦ રૂપિયાના મુદ્દામાલને કબજે કરીને મયુર માનસિંગોભાઇ ઝિંઝુવાડીયા, રણજીત કરણાભાઈ ઉઘરેજા, વિશાલ ઠાકરશીભાઈ વડેચા અને હિતેશભાઈ તેજાભાઇ પરમારની ધરપકડ કરેલ છે અને શેરખાન નામના એક શખ્સનું નામ સામે આવ્યો હોય તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.

IMG-20210227-WA0158.jpg

Admin

Ramesh Tahkor

9909969099
Right Click Disabled!