બનાસકાંઠા સાંસદ દ્વારા અકસ્માત વીમાના ચેક આપ્યા

થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માત પામેલા લોકોના પરિવારજનોને એક લાખ રૂપિયાના વીમા કવચ હેઠળ ચેક બનાસકાંઠા સાંસદ અને માર્કેટ યાર્ડના ચેરમેન પરબતભાઇ પટેલના હસ્તે આપવામાં આવ્યા હતા. થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા થરાદ તાલુકાના ૫ થી ૭૦ વર્ષથી વયજૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનો અકસ્માત વીમા કવચ થરાદ માર્કેટયાર્ડ દ્વારા લેવામાં આવે છે. જે અંતર્ગત આજે થરાદ માર્કેટ યાર્ડ ખાતે બનાસકાંઠા સંસદ અને માર્કેટયાર્ડના ચેરમેન પરબતભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરની હાજરીમાં થરાદ તાલુકામાં તાજેતરમાં અકસ્માત પામેલા સાત મૃતકોના વાલીવારસોને એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યા.
જેમાં દુધવા, મોટીપાવડ, ખોડા, વામી,કરબુણ મિયાલ ગામમાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને ચેક આપવામાં આવ્યા તેમજ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે થરાદ હાઇવે વાળો વિસ્તાર હોવાથી અકસ્માતનું પ્રમાણ વધારે જોવા મળે છે ત્યારે થરાદ માર્કેટ યાર્ડ અકસ્માતમાં મૃત્યુ પામેલાના વારસદારોની ચિંતા કરી છે અને તેમને એક લાખ રૂપિયા નું વીમા કવચનુ કંપનીને પ્રીમિયમ માર્કેટયાર્ડ પોતાના ખર્ચે ભરતી હોય છે અને એ લાભ થરાદ તાલુકાના તમામ પ્રજાજનોને મળે છે.