સાબરમતી અને જોધપુર વચ્ચે અનરિઝર્વ ટ્રેન દોડશે

સાબરમતી અને જોધપુર વચ્ચે અનરિઝર્વ ટ્રેન દોડશે
Spread the love

પશ્ચિમ રેલ્વે સ્થાનિક રહેવાસીઓની માંગ અને સગવડને ધ્યાનમાં રાખીને તારીખ 05 માર્ચ 2021 થી જોધપુરથી સાબરમતી અને તારીખ 06 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી સાબરમતીથી જોધપુર વચ્ચે એક અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે ટ્રેન નંબર 04822 સાબરમતી-જોધપુર સ્પેશિયલ ટ્રેન 05 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ સવારે 07:00 વાગ્યે સાબરમતીથી ચાલીને સાંજે 19:10 વાગ્યે જોધપુર પહોંચશે.વાપસીમાં, ટ્રેન નંબર 04821 જોધપુર-સાબરમતી સ્પેશિયલ 05 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ જોધપુરથી સવારે 09:40 વાગ્યે ઉપડશે અને 20:45 વાગ્યે સાબરમતી પહોંચશે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન ખોડીયાર, કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલિયાસન, મેહસાણા, ઉંઝા, સિદ્ધપુર, છાપિ, ઉમરદશી, પાલનપુર, કરજોડા, ચિત્રાસણી, જેથી, ઇકબાલગઢ, સરોતરા રોડ, શ્રી અમિરગઢ, માવલ, આબુરોડ, મોરથલા, કિવરલી ભીમના, સ્વરૂપગંજ, બનાસ, પિંડવાડા, કેશવગંજ, જાના કોટહર, મોરી બેડા, જવાઇ બાંધ, બિરોલિયા, ફાલના, ખીમેલ રાની, જવાલી, સોમેસર, ભીનવાલિયા, બંતા રઘુનાથગઢ, આંવા, મારવાડ જંકશન, રાજકિયાવાસ, બોમાદ્રા, પાલી મારવાડ, કૈરલા, રોહત, લુણી જંકશન, હનવંત, સાલાવાસ, બાસની અને ભગતની કોઠી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 9 અનરિઝર્વ કોચ હશે. આ સ્પેશિયલ મેઇલ એક્સપ્રેસ અનરિઝર્વ ટ્રેન તરીકે ચાલશે.

download.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!