બનાવટી બાવડા બનાવવાનું યુવકને ભારે પડ્યું

- બાવડામાં ભરવામાં આવેલી કાર્ટૂન જેવી પેટ્રોલિયમ જેલી સખત થવા માંડતાં પોતે કરેલી ભૂલનો તેને અહેસાસ થયો હતો
- ૯૦ના દાયકામાં કાર્ટૂન નેટવર્કની જેમને ઘેલછા હશે એ બાળદર્શકો બાવડાં બતાવતા પાત્ર પોપાઇથી અચૂક પ્રભાવિત થયા હશે.
- પોપાઇ પાલકમાંથી તાકાત મેળવતો અને દુશ્મનોને પછાડતો. પોપાઇનાં બાવડાં બાળકોના દિલોદિમાગ પર છવાઈ ગયાં હતાં.
આવા જ પોપાઇથી પ્રભાવિત ૨૦ વર્ષના કિરિલ ટેરેશીને થોડાં વર્ષ પહેલાં હાથમાં ૩ લિટર જેલી ભરીને બનાવટી બાવડાં બનાવ્યાં હતાં. તેનાં બાવડાંએ તેને રાતોરાત પ્રસિદ્ધિ અપાવી હતી અને થોડા સમય માટે સોશ્યલ મીડિયા સેન્સેશન બનાવી દીધો હતો.
જોકે તેનાં બાવડાંમાં ભરવામાં આવેલી કાર્ટૂન જેવી પેટ્રોલિયમ જેલી સખત થવા માંડતાં પોતે કરેલી ભૂલનો તેને અહેસાસ થયો હતો. એક તબક્કે ડૉક્ટરોએ જોખમ વ્યક્ત કરતાં કહેલું કે જો કિરિલનાં બાવડાંમાંથી પેટ્રોલિયમ જેલી કાઢવામાં નહીં આવે તો તે હાથ ગુમાવશે અથવા તેનું મૃત્યુ થશે. એને પગલે ૨૪ વર્ષની વયે તેણે તેનાં બાવડાંમાંથી પેટ્રોલિયમ જેલી તેમ જ મૃત સ્નાયુઓ કાઢવા માટે સર્જરી કરાવવી પડી હતી.