મોરબીની 12 વર્ષની શ્રમિક સગીરાનું અપહરણ કરી બળજબરીથી આચર્યું દુષ્કર્મ

- માળીયા મિયાણામાં પરિચિતના મકાનમાં આચર્યું દુષ્કર્મ : બે નરાધમ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધતી બી-ડિવિઝન પોલીસ
મોરબી : મોરબી નજીક રહેતી શ્રમિક પરિવારની 12 વર્ષની પુત્રીનું એક શખ્સ અપહરણ કરીને માળીયા લઈ ગયો હતો. જ્યાં પોતાની પરિચિતની મદદથી તેના મકાનમાં આ શખ્સે શ્રમિક.પરિવારની પુત્રી ઉપર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનારાના પિતાની ફરિયાદ પરથી પોલીસે બન્ને શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી નજીક રહેતા શ્રમિક પરિવારની 12 વર્ષીય પુત્રી પર નજર બગાડીને ગત તા.5 ના રોજ રાત્રીના સમયે તેણીનું અપહરણ કરીને વિજય તેજાભાઈ અંગેચણીયા નામનો શખ્સ માળીયા લઈ ગયો હતો. માળીયામાં રહેતા તેના પરિચિત ડાડો મિયાણાએ પોતાનું મકાન રહેવા માટે વિજય તેજાભાઈ અંગેચણીયાને આપ્યું હતું. આથી આ શખ્સે તેના મકાનમાં સગીરા ઉપર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ સગીરાને ઓરડીમાં ગોંધી રાખી હતી.
આ બનાવ બાદ સગીરાએ પોતાના પિતાને સઘળી હકીકત જણાવતા તેણીના પિતાએ આ બનાવની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી વિજય તેજાભાઈ અંગેચણીયા અને દુષ્કર્મ કેસમાં મદદગારી કરનાર માળીયાના ડાડો મિયાણા નામના શખ્સ સામે મદદગારીનો ગુન્હો નોંધી આ બન્ને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ બી ડિવિઝન પીઆઇ કોંઢીયા ચાલવી રહ્યા છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી