ઉપલેટા તાલુકાના લાઠ ગામે 60 વર્ષથી ઉપરનાને કોરોના વેક્સિન કેમ્પનું આયોજન

ઉપલેટા તાલુકાના લાઠ ગામનાં આંગણે કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભીમોરા આરોગ્ય કેન્દ્રની ટીમ તેમજ લાઠ ગામનાં યુવા સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ ગ્રામજનોને કોરોના વેક્સિન અપાવવા અપીલ કરી હતી જેમાં 60 વર્ષ થી ઉપરના 80 જેટલાં જાગૃત નાગરિકોએ કોરોના વેક્સિન અપાવી હતી.
અહેવાલ : વિપુલ ધામેચા (ઉપલેટા)