ડભોઇ વાઘનાથ મંદિરેથી નીકળતી શિવજીની શોભાયાત્રા મોકૂફ

ડભોઇ વાઘનાથ મંદિરેથી નીકળતી શિવજીની શોભાયાત્રા મોકૂફ
Spread the love

ડભોઇમાં આવેલ પ્રાચીન વાઘનાથ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રીની શોભાયાત્રા આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકારી ગાઈડલાઇનને ધ્યાનમાં રાખતા મોકૂફ રાખવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષ થી કોરોના મહામારી એ સમગ્ર દુનિયા ને બાન માં લીધી છે.આ મહામારીને એક વર્ષ જેટલું સમય થતા હજુ તેનું સંક્રમણ ઓછું થતું નથી.

પ્રજા સોસિઅલ ડિસ્ટન્સિંગનું પાલન કરે માસ્ક પહેરે તે જરૂરી છે માટે કોઈ પણ પ્રકારનું સંક્રમણના થાય અને લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે હેતુ થી વાઘનાથ મહાદેવ મંદિરથી દર મહાશિવરાત્રીએ નીકળતી શોભાયાત્રા આ વર્ષે મોકૂફ રાખવામાં આવી છે. દર વર્ષે મહાશિવરાત્રીની શોભાયાત્રામાં ભાવિક ભક્તો હર્ષોલ્લાસથી જોડાય છે અને શોભાયાત્રામાં સામેલ થઇ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ વર્ષે શોભા યાત્રા મોકૂફ થતા ભક્તો માં નિરાશા જોવા મળી રહી છે.

IMG-20210310-WA0020.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!