થરાદ પોલીસને વાહન ચેકીંગમાં દારુની ગાડી ઝડપાઈ

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વિસ્તારમાં દારૂના જથ્થા સાથે છાશવારે દારુ ઝડપી લેવામાં આવે છે ત્યારે રાજસ્થાન માં થી દારુ ઘુસાડવામાં નવા નવા પેતરા અજમાવવામાં આવે છે થરાદ પોલીસ સ્ટેશનના હેડ.કોસટેમ્બલ હસમુખભાઈ,પો કોન્સ્ટેબલ માનસંગ ભાઈ, રામજીભાઈ, સરદાર સિંહ વગેરે પોલીસ જવાનો દ્વારા થરાદ ચાર રસ્તા ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એક એસન્ટ કાર ને રોકાવતા જેમાં ખાખી બોક્સ માં દારુ ની બોટલ ૭૬૮ જેની કિંમત ૭૬૮૦૦ નો મળી આવ્યો હતો.
એસન્ટ કાર નંબર જીજે ૦૫સીએચ ૩૭૭૯ ની કિંમત ૧૦૦૦૦૦ ની તેમજ કુલ ૧૭૭૯૨૦ નાં મુદામાલ સાથે બે લોકો ને ઝડપવામાં પોલીસ ને સફળતા મળી હતી ગાડી માં બેઠેલા બંને ઈસમો સંજય ભાઈ ધનજીભાઈ રાઠોડ રહે રાજપરા તા.શિહોર જિ ભાવનગર અને બીજો ઈસમ વિજયભાઈ ગિરધરભાઈ રાઠોડ રહે રાજપરા તા.શિહોર જિ.ભાવનગર બંને ની અટકાયત કરવામાં આવી હતી જે બંને ઈસમો વિરૂદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં ધી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ