આંતર રાજ્ય વાહન ચોરી કરતી ટોળકીના સભ્યોને ઝડપી પાડતી વડોદરા LCB
આ.પો.કો. હરિશ ચંદ્ર સિંહ નટવરસિંહ નાઓને બાતમીદાર થી ચોક્કસ બાતમી મળતા કે ત્રણ ઈસમો બે અલગ અલગ શંકાસ્પદ અને ચોરી ની નંબર પ્લેટ વગરની પલ્સર ગાડી વેચવા માટે ડભોઇ થી વડોદરા શહેર તરફ જનાર છે જે હકીકત આધારે ઉપરી ઓફિસરોના દિશાનિર્દેશ અને માર્ગદર્શન અનુસાર એલસીબી ટીમ દ્વારા જુદી જુદી જગ્યાએ વાહનચેકિંગ તેમજ ગુપ્ત વોચ ની કામગીરી હાથ ધરી હતી જે દરમિયાન બાતમી વર્ણન ધરાવતા ઈસમો બે પલ્સર મોટરસાયકલ લઈને આવતા તેઓને એલસીબી ટીમ દ્વારા કોર્ડન કરી ઝડપી પાડતાં તેઓની સધન પૂછતાંછ કરતાં અને મોટરસાયકલ ના કાગળો બિલ પુરાવા માગતાં ત્રણેય ઈસમોએ સંતોષ કારક જવાબ ના આપતા અને ગલ્લાતલ્લા કરી ઉડાઉ જવાબ આપતા વાહનો શંકાસ્પદ લાગી આવ્યા હતા.
એલસીબી ટીમ દ્વારા પોકેટ કોપ મારફતે એ કબજે કરેલ વાહનોની તપાસ કરતા વાહનના માલિક વડોદરાના જણાઇ આવતા તેઓની એલસીબી દ્વારા યુક્તિ-પ્રયુક્તિ થી કડક પૂછતાંછ કરતા પકડાયેલ ઈસમોએ તેમના સાગરીતો સાથે મળીને વડોદરા શહેરમાં અલગ-અલગ જગ્યાએથી મોટરસાયકલ ચોરીઓ કરી લાવી ભીલાપુર ગામ નજીક આવેલ કેનાલ પાસે ઝાડિયો માં જુદી જુદી જગ્યાએ સંતાડી રાખેલ ની કબૂલાત કરતાં જેથી કેનાલ સદર સ્થળ પર જઇ ખાતરી તપાસ કરતા કેનાલ ઉપર થી અન્ય ચાર મોટરસાયકલ મળી આવતા જે મોટરસાયકલ એલસીબી પોલીસ ટીમ દ્વારા કબજે કરેલ છે.
સાથે ત્રણેય ઈસમોએ પોતાના સાગરિતો સાથે મળી વડોદરા શહેરમાંથી મોટરસાયકલો કુલ ૭ જેટલા વાહનો ચોરીની કબુલાત કરી હતી જે પૈકી પકડાયેલ ત્રણેય ઈસમો પાસેથી મોટરસાયકલ કુલ નંગ- ૬ કિંમત રૂ.૨,૯૦,૦૦૦/- તથા ત્રણેય ઇસમોની અંગ ઝડપી માં મળી આવેલ મોબાઈલ નંગ- ૩ કિંમત રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૩,૦૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓને સુપ્રત કરાયેલ હતા.