ભંડવાલ સેવા સહકારી મંડળીના 25 વર્ષ પુરા થતાં રજતજયંતિ મહોત્સવ

- નિવૃત કર્મચારી ઓનો સન્માન સભારંભ યોજયો
સાબરકાંઠા જિલ્લા ના વડાલી તાલુકા ના ભંડવાલ ગામની ભંડવાલ સેવા સહકારી મંડળીના 25 વર્ષ પુરા થતા રજતજયંતિ મહોત્સવ અને નિવૃત કર્મચારી ઓનો સન્માન સભારંભ યોજયો,સભારંભ ના અધ્યક્ષ મહેશભાઈ પટેલ સા.કો.બેન્ક ચેરમેન, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર રમણભાઈ વોરા સાહેબ, સાબરડેરી ચેરમેન શામળભાઈ પટેલ ,APMC ચેરમેન, પૂર્વ જિલ્લા સંઘ ચેરમેન જયંતીભાઈ પટેલ, જિલ્લા દિવેલા સંઘના ચેરમેન અશોકભાઈ પટેલ, સાબર ડેરીના પૂર્વ ચેરમેન જેઠાભાઇ પટેલ, જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખશ્રી તખતસિંહ હડિયોલ, સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત, વડાલી તાલુકા સંઘના ચેરમેન પ્રવીણભાઈ પટેલ, કિસાન સંઘના કોશાધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન પટેલ,તાલુકા પંચાયત ડિરેક્ટરશ્રી ચંદ્રિકાબેન ઠાકરડા, તાલુકા પંચાયતના ડિરેક્ટરશ્રી હસમુખભાઈ પટેલ, ભંડવાલ ગામના સરપંચશ્રી પવનબેન પટેલ, ડે. સરપંચ પ્રેમીલાબેન પટેલ તેમજ પી આર પટેલ હાઈસ્કૂલના પ્રમુખ વસંતભાઈ પટેલ,પ્રા.શાળા SMC પ્રમુખ નરેશભાઈ પટેલ ,દૂધ મંડળીના ચેરમેનશ્રી લાલજીભાઈ રબારી,સેવા મંડળીના ચેરમેનશ્રી શિવાભાઈ પટેલ તેમજ સેવા મંડળીના પૂર્વ ચેરમેન કમલેશભાઈ પટેલ વિવિધ સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સેવા મંડલી ના કર્મચારી મિત્રો,ચેરમેનશ્રી,કારોબારી સભ્યશ્રીઓ દૂધ મંડલી ના કર્મચારી મિત્રો,ભંડવાલ ગ્રામ પંચાયત ના સરપંચશ્રી તથા ગ્રામપંચાયત ના સભ્યશ્રીઓ ,ચેરમેનશ્રી,કારોબારી સભ્યશ્રીઓ અને આજુ બાજુની સેવા સહકારી મંડળીમાંથી પધારેલ ચેરમેનશ્રીઓ,સેક્રેટરીશ્રીઓ, વ્યવસ્થાપક કમિટી સભ્યશ્રીઓ ગામના યુવાનો ,વડીલો,માતાઓ,અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિવૃત કર્મચારીના સન્માન રૂપે રબારી મોતીભાઈ મેરાજભાઈ, પટેલ જશીબેન. ભં. પ્રા. શાળા, બારોટ મંજુલાબેનનું ગામ વતી, શાળા પરિવાર વતી ,દાત્રોલી જૂથ પરિવાર વતી સન્માનપત્ર અને સ્મૂતી ભેટ અર્પણ કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિશેષ સન્માન રૂપે 14 માર્ચના રોજ CM વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે ભંડવાલ ગામના વતની ભરતભાઇ પટેલ UPVC REAL ફર્નિચરનો નેશનલ એવોર્ડ મળ્યો છે એવા ભરતભાઇ પટેલનું પણ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણભાઈ વોરા સાહેબના વરદહસ્તે આજે પણ સન્માન કરવામાં આવ્યું અને ભંડવાલ ગામની સેવા સહકારી મંડળી ઉત્તરોતર પ્રગતિ કરે એવી મંચસ્ત મહાનુભાવો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા.
સમગ્ર કરાયકર્મ આયોજન ગામની દૂધ મંડલી અને સેવા મંડલી, ગ્રામ પંચાયત ના સભ્યશ્રીઓ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અંતે સ્વરૂચી ભોજન લઈ મહેમાનો છુટા પડ્યા હતા.
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)