દેવભુમી દ્રારકા જીલ્લા પોલીસતંત્ર વિભાગના ૧૪ પોલીસ અધીકારીઓની આંતરીક બદલી કરવામા આવી

દેવભુમી દ્રારકા જીલ્લા પોલીસતંત્ર વિભાગના ૧૪ પોલીસ અધીકારીઓની આંતરીક બદલી કરવામા આવી
Spread the love

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા આઠ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બે દિવસ પૂર્વે થયેલી આંતરિક બદલી બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના જુદા-જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ચૌદ પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કર્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા કરવામાં આવેલા સામૂહિક બદલીના ઓર્ડરમાં કલ્યાણપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિઝા ભાઈ ઓડેદરાને વાડીનાર,નગાભાઇ લુણાને સલાયા મરીન પોલસ મથક અને આલાભાઈ ભાચકનને મીઠાપુર ખાતે એસ.ઓ.જી.ના ચાર પોલીસ કર્મચારીઓ સુરેશભાઈ ગઢવીને ઓખા મરીન, રોહિતભાઈ થાનકીને ખંભાળિયા, રાકેશભાઈ સિદ્ધપુર અને મીઠાપુર અને અરશીભાઈ માડમને મીઠાપુર બદલવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભાણવડના એલ.આર. જયેશભાઈ ભાટુને ઓખા મરીન, કલ્યાણપુરના હેડ કોન્સ્ટેબલ રાજાભાઈ શાખરાને પોલીસે ડોકટર ખંભાળિયાના હેડ કોન્સ્ટેબલ પીઠાભાઇ રાજપરાને જિલ્લા ટ્રાફીક શાખા, કલ્યાણપુરના હેડ કોન્સ્ટેબલ ચિરાગસિંહ જાડેજાને ભાણવડ, મીઠાપુરના એ.એસ.આઇ ભરતભાઈ અગ્રાવતને દ્વારકા, કરણાભાઈ ગોજિયાને કલ્યાણપુર, અહીંના પોલીસ હેડક્વાર્ટરના હેડ કોન્સ્ટેબલ સાજણભાઈ આંબલીયાને એમ.ટી. સાખામાં મુકવાનો ઓર્ડર થયો છે.

રિપોર્ટ  : જીતેન્દ્ર નડિયાપરા (જામનગર)

images-2-9.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!