મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક વધુ એક યુવાનની હત્યા : એક ગંભીર

મોરબી : મોરબી જીલ્લામાં કાઈમનું ગ્રહણ લાગી ગયું હોય તેમ દિન પ્રતિદિન કાયદો- વ્યવસ્થા ના ચીંથરા ઉડી રહા છે. અને જીલ્લા પોલીસ પણ નિષ્ફળ નિવડી રહી હોય તેમ અસામાજીક તત્વો માથું ઉચકી રહા છે. જીલ્લા માં હત્યા, લુંટ, મારા- મારી , જેવી ધટનાઓ સાવ સામાન્ય બની હોય આવા અાવા અસામાજીક તત્વો સામે પોલીસ ધૂંટણીએ પડી હોય તેવું લાગી રહું છે. ત્યારે વધુ એક હત્યા ની ધટના સામે આવી છે. શહેરના ત્રાજપર ચોકડી નજીક આવેલા એસ્સાર પેટ્રોલપંપ પાસે કોઈ કારણોસર યુવાનની તીક્ષણ હથિયારના ધા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા ચકચાર જાગી છે, આ બનાવમાં યુવાનના મિત્રને પણ ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ત્રાજપર ચોકડી નજીક આવેલ એસ્સારના પેટ્રોલપંપ પાસે કોઈ કારણોસર અજાણ્યા ઈસમોએ તિક્ષણ હથિયારના ઘા ઝીકી દેતા અજિત ગોરધનભાઇ પરમાર ઉ.24 રે.વણકરવાસ, મોરબી અને હુસેનભાઈ ફકરૂદિન ભાઈ હાથી ઉ.23 રે.લીલાપર રોડ વાળાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા અજિત પરમારનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે ફકરૂદીનભાઈને ગંભીર ઇજાઓ સાથે રાજકોટ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે. જો કે, હત્યા અંગેનું સાચું કારણ હજુ બહાર આવ્યું નથી, હાલ પોલીસ કાફલો હાલ ઘટનાસ્થળે દોડી ગયો છે, નોંધનીય છે કે, હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં મૃતકના મિત્ર એવા ફકરૂદીનભાઈ રીક્ષા ચલાવી મૃતક અજિતભાઈને હોસ્પિટલમાં લાવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ અને બનાવ સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ જતા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી