મોરબીના ડીડીઓ કોરોના સંક્રમિત, આજના નવા 12 કેસો નોંધાયા

મોરબી જીલ્લામાં કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોના મહામારી વચ્ચે મોરબી જીલ્લા વિકાસ અધિકારી કોરોના સંક્રમિત થતા રજા પર ઉતરી ગયા છે અને હોમ આઈસોલેશનમાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે તો જીલ્લામાં આજના નવા ૧૨ કેસો નોંધાયા છે. મોરબી જીલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ કોરોના સંક્રમિત થયા હોય જેથી રજા પર ઉતર્યા છે અને તેઓ ઘરે જ હોમ આઈસોલેશનમાં છે.
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૮ કેસ જેમાં ૦૨ ગ્રામ્ય અને ૦૬ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૨ કેસો જેમાં ૦૧ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તાર, હળવદ અને ટંકારા તાલુકાના ૦૧-૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૨ કેસ નોંધાયા છે જયારે ૧૦ દર્દી સ્વસ્થ થયા છે. નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૪૯૩ થયો છે જેમાં ૮૯ એક્ટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૩૧૯૧ દર્દી સ્વસ્થ થયા છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી