અમદાવાદ : બોગસ ડોક્ટર ઝડપાયો, મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો

અમદાવાદ : બોગસ ડોક્ટર ઝડપાયો, મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો
Spread the love

અમદાવાદ જિલ્લાના અસલાલી નજીક આવેલા ભાત ગામમાં કોઈ ડીગ્રી વગર બની બેઠેલા ડોકટરની અમદાવાદ ગ્રામ્ય SOGએ ધરપકડ કરી. ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હોવાની SOGની ટીમને બાતમી મળતા આ આરોપીને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી અલગ અલગ કંપનીની દવાનો જથ્થો અને મેડિકલના સાધનો મળી કુલ રૂ.66 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો. અસલાલી વિસ્તારમાં ગ્રામ્ય SOGની ટીમના હેડ કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ ચંદુભાઈને બાતમી મળી હતી કે, અસલાલીના ભાત ગામે હોળી ઢાળમાં તુષારભાઈ પટેલનું મકાન ભાડે રાખી તેમાં જીલ ક્લિનિક નામથી દવાખાનું ચાલે છે.

અંકિત કુમાર શાહ ડોક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરી ગેરકાયેદસર એલોપેથીક દવાઓ આપે છે. જેનાં આધારે SOGની ટીમે તે જગ્યાએ પહોંચી દરોડો પાડ્યો હતો. ત્યારબાદ અંકિત શાહ પાસે ડોક્ટરની ડીગ્રી માગતાં તેની પાસે કોઈ ડિગ્રી ન હોવાનું કહ્યું હતું. જેથી બોગસ ડીગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવતો હોવાનું સામે આવતા SOGની ટીમે અંકિત કુમારની ધરપકડ કરી. આરોપી પાસેથી દવાઓનો જથ્થો તથા મેડિકલના સાધનો મળીને કુલ રૂ.66 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

IMG-20210324-WA0033.jpg

Admin

Dhiraj Patel

9909969099
Right Click Disabled!