દાંતા તાલુકાના નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં “માતૃત્વ જતન કાર્યકમ” ઉજવવામાં આવ્યો

દાંતા તાલુકાના નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં “માતૃત્વ જતન કાર્યકમ” ઉજવવામાં આવ્યો
Spread the love

આજ તા. 03-04-2021 ના રોજ પ્રા.આ.કે. નવાવાસ, તા.દાંતા ખાતે બારડ વર્ષાબા વિજયસિંહ, ચેરમેનશ્રી, આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત, બ.કાંઠા(પાલનપુર) પ્રેરીત” માત્રુત્વ જતન કાર્યક્રમ” યોજવામાં આવેલ. જેમાં પ્રા.આ.કે. નવાવાસ વિસ્તારના ANC (સગર્ભા)ના 135 જેટલા લાભાર્થીઓ હાજર રહી આ યોજનાનો લાભ લીધેલ. આ કાર્યક્રમ અન્વયે સગર્ભાઓનુ ગાયનેકોલોજીસ્ટ દ્વારા આરોગ્ય તપાસણી, લેબોરેટરી કરવામાં આવી તથા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી બારડ વર્ષાબા વિજયસિંહના હસ્તે સગર્ભાઓને મગ તથા દવાયુક્ત મચ્છરદાનીનુ વિતરણ કરવામાં આવેલ. તથા માતા અને બાળકનુ જતન અંગે બારડ વર્ષાબા અને સરપંચ શ્રી, કિરણબેન સુથાર દ્વારા આરોગ્ય શિક્ષણ આપેલ. અને ચેરમેનશ્રી દ્વારા 150 જેટલા ઔષધી વ્રુક્ષો લાવેલ જેમાંથી દરેક સગર્ભાને એક-એક છોડ આપવામાં આવેલ.. ચેરમેનશ્રી દ્વારા બાળકના જતનની જેમ વ્રુક્ષોનુ જતન કરવા સલાહ આપેલ. તથા બાકીના છોડવા પ્રા.આ.કે. ના ગ્રાઉન્ડમાં રોપવામા આવેલ. આજ રોજ બારડ વર્ષાબા વિજયસિંહ (ચેરમેનશ્રી,આરોગ્ય સમિતિ,જી.પં. બનાસકાંઠા), બારડ વિજયસિંહ દલપતસિંહ (સામાજિક કાર્યકર), , ડો. જામદ સાહેબ(એમ.ઓ.નવાવાસ), ડો. જસવંતભાઇ મેવાડા(ગાયનેકોલોજિસ્ટ), ડો. દક્ષાબેન તૂરી (ગાયનેકોલોજિસ્ટ), ડો. દાન્ત્રોલીયા (એ.એમ.ઓ. કાંસા), તાલુકા સુપરવાઇઝરશ્રીઓ(તાલુકા આરોગ્ય કચેરી-દાંતા) તથા આરોગ્ય સ્ટાફના સહકારથી “માત્રુત્વ જતન કાર્યક્રમ”ખૂબ
જ સફળ બનાવવામાં આવ્યું..

IMG-20210403-WA0033-1.jpg IMG-20210403-WA0034-0.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!