ઇડર પોલીસે વાહન ચાલકોને માસ્ક વિતરણ કયુૅ

ઇડર પોલીસે વાહન ચાલકોને માસ્ક વિતરણ કયુૅ
કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે સતત વધતા જઇ રહ્યા છે ત્યારે ઇડર પોલીસ ધ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી જેમા ઇડર પોલીસ સ્ટેશનના પી.આઇ. જે. અે.રાઠવા પી.અેસ.આઇ. અેન. અેમ.ચૌધરી પી.અેસ.આઇ. અેસ.જે.ચાવડા પોલીસ સ્ટાફ ધ્વારા ઇડર શહેરમાં ટુ-વ્હીલર ફોર વ્હીલર પર માસ્ક પહેયાૅ વગર અવરજવર કરતા લોકોને રોકીને માસ્ક પહેરાવવામાં આવેલ અને હાલની પરિસ્થિતિ મુજબ માસ્ક પહેરવાની તેમજ માસ્ક પહેરવાથી થતા ફાયદા વિશેની લોકોને જાણકારી આપી હતી તેમજ તમામને માસ્ક પહેરવાની અપીલ કરી હતી અને સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી કે બીજી વાર માસ્ક પહેયાૅ વગર પકડાશોતો કાયદેસર ની કાયૅવાહી પણ કરવામાં અાવશે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)