ડો .સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાં અંતર્ગત લાભાર્થી યુગલોને સહાયના ચેક અર્પણ
સમાજ કલ્યાણ વિભાગ દ્વાર આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે ડો.સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ આજે કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ ૩ યુગલોને સહાયના ચેક અર્પણ કર્યા હતા. આ સહાય અંતર્ગત રૂ.૫૦,૦૦૦ની સહાય ઘરવખરી માટે તેમજ રૂ.૫૦,૦૦૦ની સહાય રાષ્ટ્રિય બચત પત્રોની ફિક્સ ડિપોઝીટનાં રૂપે આપવામાં આવે છે.